હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર વર્ચસ્વ સ્થાપનાર મીથુન ચક્રવર્તીએ તેની બોયપિકને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. મીથુન ચક્રવર્તીએ નિવેદનમાં કહ્યું હતું કે, તે પોતાના જીવન પર આધારિત ફિલ્મ બને તેવું નથી ઇચ્છતા. ઉલ્લેખનીય છે કે, મીથુન ચક્રવર્તીએ અત્યારસુધીની ફિલ્મી કરિયારમાં પુષ્કળ હિટ ફિલ્મો આપી છે. તેમ છતાં અભિનેતાને લાગે છે કે, તેના જીવન પર બાયોપિક ન બનવી જોઇએ.
પોતાની મહેનતા દમ પર આજે વિખ્યાત
મીથુન ચક્રવર્તીએ પોતાની મહેનતના દમ પર એક આગવુ સ્થાન બનાવ્યું છે. આજે પણ તેની ફેન ફોલોઇંગ દિવસને દિવસે વધી રહી છે. આ ઉંમરે પણ લોકો તેના દિવાના છે. હાલ મિથન દા રિયાલિટી સિંગિંગ શો સા રે ગા મા પા લિટલ ચેંપના જજ તરીકે ભૂમિકા નિભાવી રહ્યાં છે. ત્યારે આ શોના છેલ્લા એપિસોડમાં મિથુન ચક્રવતિએ પોતાના જીવનના સંઘર્ષના દિવસો યાદ કરીને ભાવુક થતાં નજર આવ્યાં હતા.
સંધર્ષના દિવસો યાદ કરી મીથુન દા થયા ભાવુક
આ દરમિયાન મીથુન દાએ ભાવુક થઇ કહ્યું હતુ કે, તેઓ જે સમય અને દિવસોમાંથી પસાર થયા છે તેમાંથી અન્ય લોકોને પસાર ન થવું પડે. કારણ કે તે દિવસો અત્યંત ખરાબ હતા. આ સાથે મિથુન દાએ કહ્યું હતું કે, સંઘર્ષના દિવસોમાં મારા કલરને લઇને પણ મને અપમાનિત કરવાના ઘણા પ્રયત્નો થયા છે અને કાળા રંગને કારણે ઘણા વર્ષો સુધી અપમાન પણ સહન કરવું પડ્યું છે. આ ઉપરાંત મીથુન દા એ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતુ કે, મારા માટે હંમેશાથી જીવન સરળ રહ્યું નથી. ઘણા દિવસો ભૂખ્યા -તરસ્યા પણ કાઢ્યાં છે. તેમજ કેટલીક વખત તો સુવા માટે પણ જગ્યા ન મળતી હતી.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આશિયાના ‘વાસ્તુ’ની તસવીરો વાયરલ, આ છે બંગલાની વિશેષતા
‘ખાવાનું નસીબ થશે કે નહીં’
મીથુન ચક્રવર્તીએ આગળ જણાવ્યું હતુ કે, તેમની પાસે ખાવાની, રહેવાની કોઇ વ્યવસ્થા ન હતી. તેમજ તે એ પણ જાણતા ન હતા કે, તેને ક્યારેય ખાવાનું નસીબ થશે કે નહીં. ત્યારે મીથુન દાને લાગે છે કે લોકો તેના જીવનના આટલા કપરા સંઘર્ષ છતાં પ્રોત્સાહિત નહીં થાય. આ સાથે તેનું એ પણ માનવું છે કે, લોકો તેના જીવનના વાસ્તવિક સંઘર્ષની કહાની જોઇને માનસિક રૂપથી ભાંગી જશે. એવામાં મીથુને દર્શકો અને પ્રશંસકોને તેના સપનાઓ પૂરા કરવા માટે કોશિશ કરતું રહેવા માટે સલાહ આપી છે. આ સાથે તેને કહ્યું હતું કે, જે રીતે તેને મહેનત કરીને આ સ્થાન હાંસિલ કર્યું છે, એ પ્રકારે કોઇ પણ આ સ્થાન પર પહોંચી શકે છે.