નથી. સાથે જ તેને તપાસમાં પણ પૂરતો સહયોગ કર્યો નથી. એવા સંજોગોમાં જેકલીનને જામીન ના મળવા જોઇએ તે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત EDના વકીલે કોર્ટમાં કહ્યું હતુ કે, અમે અત્યારસુધીમાં હજુ 50 લાખ રૂપિયા સાથે જોયા નથી. જ્યારે જેકલિને 7.14 કરોડ રૂપિયા મોજ મસ્તી પાછળ ઉડાવી દીધાં. જેને લઇને પટિયાલા કોર્ટે સવાલ કર્યો હતો.
જેકલીન પર ગંભીર આરોપ
પટિયાલા કોર્ટે સવાલ કર્યો હતો કે, જ્યારે એલઓસી નીકળી ગયું હતું અને અન્ય ઓરોપી જેલમાં છે તો હજુ સુધી જેકલીન ફર્નાન્ડીસ કેમ સ્વતંત્ર છે? બીજી તરફ અભિનેત્રીના વકીલની દલીલ છે કે, તેઓ તપાસમાં પૂરતો સહયોગ કરી રહી છે. તમને જણાવી દઇએ કે ગઇકાલે ગુરુવારે થયેલી સુનાવણીમાં જેકલીન હાજર રહી હતી. ત્યારે આજે આ મામલે વધુ સુનાવણી થશે અને અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલ તેનો પક્ષ રાખશે.
જેકલીને ઉડાવ્યા કરોડો
અભિનેત્રી જેકલીનને કોનમેન સુકેશ ચંદ્રશેખરે કરોડોની ગિફ્ટ આપી હતી. અભિનેત્રી પર આરોપ છે કે સુકેશને મળ્યાના 10 દિવસમાં તેના ગુનાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં તે સુકેશ સાથે સંપર્કમાં રહી અને મોંઘીદાટ ભેટો લેતી રહી. 17 ઓગસ્ટે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટને કહ્યું કે, અભિનેત્રીએ આ વાત સ્વીકારી છે અને અન્ય લોકોને પુરાવા સાથે ચેડા કરવા અને પુરાવાનો નાશ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો: મની લોન્ડ્રીંગ કેસ : જેકલીન ફર્નાન્ડીઝની શા માટે ધરપકડ નથી કરતા? કોર્ટે EDને પૂછ્યું
EDએ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી
તમને જણાવી દઈએ કે, ઠગ (સુકેશ ચંદ્રશેખર) વર્ષ 2017થી જેલમાં છે. તેના પર કથિત રીતે વિવિધ સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ વગેરે પાસેથી ખંડણી અને છેતરપિંડીનો આરોપ છે. જેમાં ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર અને દિગ્ગજ બિઝનેસમેન શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, EDએ આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.