બોલિવૂડમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાકેશ કુમારનું કેન્સરથી લાંબો સમય ઝઝૂમ્યા બાદ 10 નવેમ્બરના રોજ મુંબઇમાં નિઘન થઇ ગયું છે. રાકેશ કુમાર ‘ખૂન પસીના’, ‘દો ઔર દો પાંચ’, ‘મિસ્ટર નટવરલાલ’ તેમજ યારાના જેવી પ્રસિદ્ધ ફિલ્મોથી ઓળખ ધરાવે છે. આ સિવાય રાકેશ કુમારે દિલ તુજકો દિયા, કમાંડર અને કૌન જીતા કૌન હારા ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે. રાકેશ કુમારના પરિવારમાં તેની પત્ની, પુત્ર અને એક પુત્રી છે. ત્યારે રાકેશ કુમારના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ સાથે રાકેશ કુમારના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શોકમાં ગરકાવ છે. રાકેશ કુમારના નિધન અંગે તેના પરિવારે માહિતી આપતા જણાવ્યું છે કે, 13 નવેમ્બરે અંધેરીમાં તેમના માટે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. આ ઉપરાંત તેણે પ્રાર્થના સભા માટે એક નોટ પણ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, રાકેશ કુમારની યાદમાં 18 ઓક્ટોબર 1941 – 10 નવેમ્બર 2022, કૃપિયા 13મી નવેમ્બર રવિવારે ધ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર 5, લોખંડવાલા, અંધેરી (પશ્વિમ) ખાતે પ્રાર્થના સભા માટે અમારી સાથે જોડાઓ. સમય સાંજે 4 થી 5.
અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા
અમિતાભ બચ્ચને રાકેશ કુમાર સાથે ‘મિસ્ટર નટવરલાલ’, ‘યારાના’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે. રાકેશ કુમારના નિધન પર બિગ બીએ શેર કરેલી નોટ પર લખ્યું છે કે, ‘પરંતુ આ એક દુઃખદ દિવસ છે. ‘વધુ એક સાથીદાર જે ખાસ કરીને મને છોડીને ચાલ્યો ગયો છે’
‘એક એક કરીને બધા જતા રહે છે’
બિગ બીએ આ નોટમાં વધુનાં લખ્યું છે કે, ‘એક એક કરીને બધા જતા રહે છે. પરંતુ રાકેશ જેવા કેટલાક લોકો એવી છાપ છોડી જાય છે જેને ભૂંસવી કે ભૂલવી અશક્ય હોય છે. સ્ક્રીન પ્લે અને નિર્દેશનની તેમની ફાવટ, સમજણ તેમજ ક્ષણભરમાં લેખન અને અમલ તથા નટ્ટૂ અને યારાના દરમિયાન શૂટ પર મજેદાર સમય. તેના કામ પર તેનો આત્મવિશ્વાસ. આ ઉપરાંત બિગ બીએ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, જે સરળતા સાથે તેઓ અમને ઓડ દિવસો પર શૂટિંગ છોડવાની મંજૂરી આપતા હતા, માત્ર મોજ મસ્તી અને આરામ કરવા માટે. બધા સાથે અનૂકુળ અને દયાળુ વ્યક્તિ, કોઇ પણ પ્રકારની અસુવિધા માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર’.
આ પણ વાંચો: શા માટે 40 વર્ષથી વધુ વયના લોકોને સૌથી વધારે જોખમ છે? જાણો ડોક્ટર પાસેથી
‘હું સહેન નહીં કરી શકું’
તેમના નજીકના મિત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તેમની અસમર્થતા વિશે, બિગ બીએ લખ્યું હતું કે, ‘ના, હું તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સંકોચ… કારણ કે હું નિષ્ક્રિય રાકેશને સહન કરી શકું! તમે વાર્તા અને ફિલ્મ માટે તેના ઇનોવેટિવ આઇડિયાથી તમે અમારામાંથી ઘણા લોકોને ફેમસ કર્યા છે. તમને હંમેશા યાદ કર્યા’.