scorecardresearch

મહેન્દ્ર સિંહ ધોનીએ એક્ટિંગની સૌથી મુશ્કેલ બાબત તેમજ દીકરી જીવા સાથેની પહેલી મુલાકાતનો અનુભવ કર્યો શેર

MS Dhoni: ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ માસ્ટરકાર્ડ પ્રાઇમલેસ મોમેન્ટસ માટે મંદિર બેદી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ધોનીએ એક્ટિંગને લઇને મોટો ખુલાસો કર્યો હતો. આ સાથે તેણે તેની દીકરી સાથેની પહેલી મુલાકાતના અનુભવ અંગે પણ જણાવ્યું છે.

Ms Dhoni latest news
મહેન્દ્ર સિંહ ધોની અને જીવા ફાઇલ તસવીર

ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ માસ્ટરકાર્ડ પ્રાઇમલેસ મોમેન્ટસ માટે મંદિર બેદી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં
ધોનીએ એક્ટિંગને લઇને મોટો ખુલાસો કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે, અભિનેતા બનવાની સૌથી મુશ્કેલ બાબત “તમારી લાઇન શીખવી” છે. પોતાના સ્વીકારમાં ધોની એક દિગ્દર્શક, અભિનેતા છે અને જો તેનું પ્રદર્શન સારું ન હોય તો તે તેની ભૂલ નથી, તે નિર્દેશકની ભૂલ છે.

ઉલ્લેખનીય છે કે, ધોનીએ ઘણી ટીવી જાહેરાતોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. ત્યારે માસ્ટરકાર્ડ પ્રાઇમલેસ મોમેન્ટ્સ માટે મંદિરા બેદી સાથે વાત કરતાં, ધોનીએ પંકજ કપૂરની સાથે માસ્ટરકાર્ડ ઝુંબેશમાં તેના પ્રદર્શન માટે તેના ડિરેક્ટરને શ્રેય આપ્યો હતો. બેદીના અભિનયના વખાણ કરવા પર, ક્રિકેટરે કહ્યું, “અમારી પાસે ઘણા સારા દિગ્દર્શક હતા. જો મારો અભિનય સારો ન હતો, તો તેનો અર્થ એ કે દિગ્દર્શક સારા ન હતા.

વધુમાં ધોનીએ કહ્યું કે, “તમારી લાઇનો યાદ રાખવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. હું હંમેશા કહું છું કે દિગ્દર્શક જે કહે તે હું કરીશ, જો તે સારું ન હોય તો, તે મારી નહીં પણ ડિરેક્ટરની સમસ્યા છે.

ક્રિકેટરે પુત્રી જીવાના પિતા બનવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. ધોની અને તેની પત્ની સાક્ષી ફેબ્રુઆરી 2015માં જીવાના માતા-પિતા બન્યા હતા,ત્યારે ક્રિકેટર ICC વર્લ્ડ કપ 2015 માટે ઓસ્ટ્રેલિયામાં હતો.

ધોનીએ એ કિસ્સો શેર કરતા કહ્યું હતુ કે, “જ્યારે મેં તેને જીવાને પહેલીવાર ગોદીમાં લીધે ત્યારે તે અઢી મહિનાની હશે, અને તેણે ખૂબ જ શોર કર્યો. તે પહેલીવાર મારી તરફ જોઈ રહ્યી હતી. ખબર નથી કે તેણીએ મારી તરફ જોયું કે નહીં કારણ કે એક કે બે મહિનાના બાળકો જોઈ શકતા નથી. પરંતુ આખી 5 મિનિટ સુધી તે હસતી રહી અને અવાજ કરતી રહી અને સાક્ષીએ કહ્યું, ‘તેણે આવું ક્યારેય કર્યું નથી. તે આ કેમ કરી રહી છે તે જાણો.”

આ પણ વાંચો; આલિયા ભટ્ટ સિઓલમાં ગુચી ક્રૂઝમાં હાજરી આપ્યા બાદ મુંબઇ પરત ફરી, જુઓ તસવીરો

ધોની હાલમાં જ ફિલ્મ પ્રોડ્યુસર બન્યો છે. તેણે એલજીએમ ઉર્ફે લેટ્સ ગેટ મેરિડ નામનું હલકા-ફુલકા તમિલ ફેમિલી ડ્રામાનું નિર્માણ કર્યું છે.

Web Title: Ms dhoni most difficult thing acting daugher jeeva first meet experience

Best of Express