Anant Ambani Engagement: ભારતના ટોચના ધનિક ઉઘોગપતિમાં સ્થાન ધરાવનાર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઇ ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે ગુરુવાર (29 ડિસેમ્બર) ના રોજ કરવામાં આવી હતી. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં આ સગાઇ કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓએ આ જોડીને આશિર્વાદ આપ્યા હતા.
અંબાણી પરિવારે આપી ભવ્ય પાર્ટી
આ યુગલે જીંદગીભર સાથે રહેવા માટે ભગવાન શ્રીનાથજીના આશિર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. અંબાણી પરિવારે ખુશીના આ અવસર પર મુંબઇમાં એક ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ ગ્લેમરસ અવતારમાં પહોંચ્યા હતા. અંબાણી પરિવારે આ પાર્ટી મુંબઇના એેન્ટિલિયામાં આપી હતી.
પાર્ટીમાં આ સેલિબ્રટીઓની શાનદાર એન્ટ્રી
અનંત રાધિકાને અભિનંદન પાઠવવા માટે આલિયા-રણબીરથી લઇ ઘણા દિગ્ગજ કલાકારો પાર્ટીમાં પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે અયાન મુખર્જી પણ આ પાવર કપલ સાથે નજર આવ્યો હતો. જાહ્નવી કપૂર પણ આકર્ષક લુકમાં જોવા મળી હતી. જાહ્નવીએ લાઇટ પિંક રંગની સાડી પહેરી હતી. ખાસ વાત એ છે કે જાહ્નવી આ પાર્ટીમાં રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિ સાથે હાથોમાં હાથ નાંખી ઘૂમતા જોવા મળી હતી.

મિકા સિંહએ મધુર અવાજથી લોકોનું મનોરંજન કર્યુ
સલમાન ખાન, શાહરૂખ ખાન પણ અંબાણી પરિવારના ખુશીના અવસર પર અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા. આ સાથે રણવીર સિંહ પણ આવ્યો હતો. આ દરમિયાન રણવીર સિંહ બ્લેક લુકમાં ઘણો કુલ લાગી રહ્યો હતો. તો આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવવા માટે મિકા સિંહ પણ પહોંચ્યા હતા. તેમણે તેના મઘુર અવાજથી પુષ્કળ ગીતો ગાઇને પાર્ટીમાં જાન ફૂંકી હતી.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
તમને જણાવી દઇએ કે રાઘિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બાળપણના મિત્રો છે. રાધિકા મર્ચન્ટ, વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા એક ટ્રેન્ડ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે.