પહેલગામ આતંકી હુમલા બાદ ‘બબીતાજી’નું લોહી ઉકળી ઉઠ્યું, કહ્યું- તેમનું નામોનિશાન આ ધરતી પરથી…

મુનમુન દત્તા આનાથી ગુસ્સે છે અને તેમણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'કાશ્મીરમાં ફરી એકવાર હિન્દુ પ્રવાસીઓ પર ક્રૂર આતંકવાદી હુમલો.' આ ઘૃણાસ્પદ છે, આ બર્બરતા છે.

Written by Rakesh Parmar
April 24, 2025 15:36 IST
પહેલગામ આતંકી હુમલા બાદ ‘બબીતાજી’નું લોહી ઉકળી ઉઠ્યું, કહ્યું- તેમનું નામોનિશાન આ ધરતી પરથી…
મુનમુન દત્તા આનાથી ગુસ્સે છે અને તેમણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. (તસવીર: Instagram)

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પહેલગામ આતંકી હુમલાને લઈ પોતાનો આક્રોષ ઠાલવ્યો છે. તેમણે હિન્દુ પ્રવાસીઓને જાણી જોઈને નિશાન બનાવવાની વાત કરી છે અને આતંકીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે.

22 એપ્રિલે પહેલગામની બૈસારન ઘાટીમાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. તેમણે તાબડતોડ ગોળીબાર કર્યો, જેમાં 28 પ્રવાસીઓના મોત થયા, અને ઘણા ઈજાગ્રસ્ત થયા. આ હુમલાને લઈ નોંધાયેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે આતંકીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને તેમને માર્યા. તેમનો ધર્મ પૂછ્યો અને કેટલાકને કલમા પઢવા માટે કહ્યું. અહીં સુધી કે કેટલાક પ્રવાસીઓને બળજબરીથી પેન્ટ ઉતારવામાં આવ્યું અને આઈડી ચેક કરવામાં આવી હતી.

મુનમુન દત્તા ગુસ્સામાં ભડકી ઉઠી – આ હુમલો બર્બર અને જઘન્ય છે

મુનમુન દત્તા આનાથી ગુસ્સે છે અને તેમણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘કાશ્મીરમાં ફરી એકવાર હિન્દુ પ્રવાસીઓ પર ક્રૂર આતંકવાદી હુમલો.’ આ ઘૃણાસ્પદ છે, આ બર્બરતા છે. મુર્શિદાબાદથી પહેલગામ સુધી ધર્મના નામે હિન્દુઓને જાણી જોઈને નિશાન બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે. શું આપણે ઘણું બધુ જોયું નથી?

munmun dutta pahalgam terror attack, pahalgam terror attack news
મુનમુન દત્તાએ આતંકીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. (તસવીર: Instagram)

‘તેમને તેમના દર માંથી બહાર કાઢો અને નામોનિશાન મિટાવી દો’

મુનમુન દત્તાએ આગળ લખ્યું, ‘પહેલગામના ગુનેગારોને તેમના ઉંદરોના દર માંથી બહાર કાઢીને પૃથ્વી પરથી તેમનું નામો નિશાન મિટાવી દેવું જોઈએ.’ આતંકવાદીઓએ તેમને પોતાની ઓળખ બતાવવા અને પેન્ટ ઉતારવાની માંગ કરી. આ પછી હિન્દુઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો.

આ પણ વાંચો: સની દેઓલની ફિલ્મના નામ પર પડ્યુ પહેલગામની આ ખીણનું નામ

‘શું કાશ્મીરમાં ખરેખર શાંતિ હતી કે…’

મુનમુન દત્તા અહીં જ અટક્યા નહીં. પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા તેમણે આગળ લખ્યું, ‘શું કાશ્મીરમાં ખરેખર શાંતિ હતી કે પછી કોઈ મોટી ઘટનાની તૈયારી માટે વ્યૂહાત્મક મૌન હતું?’ અમે આ આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીએ છીએ. ઇઝરાયલ પાસેથી કેટલાક પાઠ શીખો અને આ જઘન્ય ગુનાના દરેક ગુનેગારને ખતમ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ