નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ફેમેલી સાથે સગાઈના ફોટા કર્યા શેર, જુઓ

સોભિતા અને નાગા ચૈતન્યની ગુરુવારે (8 ઓગસ્ટ) હૈદરાબાદમાં નાગાર્જુનના ઘરે સગાઈ થઈ હતી. દંપતીના પ્રથમ ફોટા પીઢ અભિનેતાએ તેના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા હતા.

Written by shivani chauhan
August 10, 2024 10:23 IST
નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ફેમેલી સાથે સગાઈના ફોટા કર્યા શેર, જુઓ
નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ફેમેલી સાથે સગાઈના ફોટા કર્યા શેર, જુઓ

નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને શોભિતા ધુલીપાલા (Sobhita Dhulipala) એ 8 ઓગસ્ટ 2024 ના રોજ સગાઈ કરી લીધી છે. જેના ફોટા ઓનલાઈન કપલ દ્વારા શેર કરવામાં આવ્યા છે. તસવીરમાં કપલ તેમના પરિવાર સાથે ખુશીની પળો શેર કરતા જોવા મળે છે. નાગાર્જુનની પત્ની લક્ષ્મી દગ્ગુબાતી અને તેની પુત્રી અમલા અક્કીનેની આ તસવીરોમાં જોવા મળેછે. શોભિતાના માતા-પિતાએ પણ અક્કીનેની પરિવાર સાથે પોઝ આપ્યો હતો.

નાગા ચૈતન્ય અને તેની માતા લક્ષ્મી દગ્ગુબાતીની શોભિતાના પરિવાર સાથેની તસવીરમાં પોઝ આપે છે, તેઓ ખુશીના પ્રસંગે બધા કેમેરા સામે હસતા દેખાઈ છે.

આ પણ વાંચો: Pushpa 2 Release Date: પુષ્પા 2 રિલીઝ પહેલા ફેન્સને મળી જોરદાર સરપ્રાઈઝ, 6 ડિસેમ્બરે રિલીઝ થશે છે આ સાઉથ મૂવી

Naga Chaitanya With Family
નાગા ચૈતન્ય અને પરિવાર સાથે

9 ઓગસ્ટ 2024 ના રોજ શનિવારે સાંજે શોભિતાએ નાગા ચૈતન્ય સાથેની તેની સગાઈની કેટલીક નવી તસવીરો શેર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. નાગાર્જુને સોશિયલ મીડિયા પર સગાઈની ઘોષણા કર્યાના એક દિવસ બાદ આ દંપતીએ તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા બાદ ફોટોઝમાં પરિવાર એકસાથે હસતો જોઈ શકાય છે.

આ પણ વાંચો: Mahesh Babu Birthday: મહેશ બાબુ બર્થડે, 3 વર્ષ મોટી અભિનેત્રી પર આવ્યું દિલ, જાણો પ્રિન્સ ઓફ ટોલીવુડ પાસે કેટલી સંપત્તિ છે

Sobhita Dhulipala With Family
શોભિતા ધૂલિપાલા અને પરિવાર સાથે

સોભિતા અને નાગા ચૈતન્યની ગુરુવારે (8 ઓગસ્ટ) હૈદરાબાદમાં નાગાર્જુનના ઘરે સગાઈ થઈ હતી. દંપતીના પ્રથમ ફોટા પીઢ અભિનેતાએ તેના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા હતા.

કથિત રીતે આ કપલ થોડા વર્ષોથી ડેટિંગ કરી રહ્યું હતું. ચૈતન્યએ અગાઉ એક્ટર સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ 2017 માં લગ્ન કર્યા હતા. 2021 માં, તેઓએ ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન દ્વારા અલગ થવાની ઘોષણા કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ