Navratri 2023 Fastion Tips : જમાનો ગયો જ્યારે ગરબા કરતા લોકો માત્ર ચણિયા ચોલી પહેરીને જતા હતા. આ નવરાત્રી હવે યુવા દરેક નવા ટ્રેંડને અજમાવી રહ્યા છે. એ હવે એવી ડ્રેસ ખરીદવું પસંદ કરે છે જે તેને આગળ પણ ઘણા બીજા અવસર પર કામ આવી શકે તેમજ પૈસાનો પણ વ્યય ન થાય. જો આ વખતે તમે કોઇ નવો લૂક ઇચ્છો તો તો તમારી આ વિકલ્પ છે. જે તમારા માટે આરામદાયક અને બીજાથી અલગ રાખશે.
તમે ઈચ્છો તો જુદા-જુદા કોમ્બીનેશન બનાવીને તે નવરાત્રીના જુદા જુદા દિવસો માટે તૈયારી કરી શકો છો. આવો જાણીએ કેટલાક મિક્સ મેચ કરીને બનાવેલા ફેશન સ્ટાઇલ વિશે.

શરારા- આ દિવસોમાં શરાર ચલનમાં છે. તમે શરારાને શાર્ટ અને લાંબા બંને કુર્તી સાથે પહેરી શકો છો. આ સિંપલ સોબરથી લઈને હેવી વર્કમાં મળી જાય છે જેટલો હેવી લુક રાખવા ઈચ્છો છો તે મુજબ કુર્તા શરારા અને ઓઢણીનું કૉમ્બીનેશન બનાવું. ઓઢણીને જુદા-જુદા સ્ટાઈલમાં અને આકર્ષક જવેલરી પહેરી તમે તમારા લૂકમાં વેરિએશન લાવી શકો છો.
પ્લાજો – પ્લાજોને પણ શાર્ટ અને લાંબા કુર્તા સાથે પહેરી શકાય છે. તેને ટૉપ અને ક્રાપ ટૉપ સાથે પણ પહેરી શકાય છે.

ધોતી – ધોતીને તમે શાર્ટ કુર્તા લાંબા કુર્તા અને ટૉપ સાથે પહેરી શકો છો. આ જુદા-જુદા પ્રિંટ વાળી ધોતી ખૂબ ટ્રેંડ કરી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આ ફેશન સ્ટાઇલ પણ તમે કોપી કરી શકો છો. શિલ્પા શેટ્ટીની આ સ્ટાઇલ એવી છે કે તમે એકદમ આરામદાયક અનુભવશો. જો તમે મિરર વર્ક અને ટ્રેડિશનલ ચળિયાચોલી પહેરવા ઇચ્છો છો તો શિલ્પા શેટ્ટીનો આ લૂક બેસ્ટ છે.

જો તમે કંઇ કૂલ અને યુનિક પહેરવા માગો છો તો તમે શિલ્પા શેટ્ટીનો આ લૂક તમે કોપી કરી શકો છો.

શિલ્પા શેટ્ટીનો આ લૂક પણ બેહદ સુંદર છે. આ લૂકમાં પણ તમે એકદમ આરામદાયક રહેશો. આ લહેંગો સિમ્પલ શોબર છે.

જો તમે રેડ કલર અને સ્ટાઇલિશની સાથે યુનિક પહેરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે શિલ્પા શેટ્ટીની આ સ્ટાઇલ પરફેક્ છે

શિલ્પા શેટ્ટીનો આ યેલો લૂક પણ ખુબ જ ટ્રેંડી અને જબરદસ્ત છે.