શાનદાર અભિનય આજકાલ તેની અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં રહેતા નવાઝુદ્દીન સિદ્દીકીને બધા લોકો ઓળખે જ છે. અભિનેતા ઘણી વાર ખુલ્લેઆમ વિવિધ મુદ્દાઓ પર પોતાનો મંતવ્ય આપતા હોય છે અને આ ક્રમમાં અભિનેતાએ હાલમાં જ ડિપ્રેશન અંગે વાત કરી છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ડિપ્રેશન એક શહેરી કોન્સેપ્ટ છે, પૈસાનું ઉત્પાદન છે અને તેમના માટે તે અસ્તિત્વમાં નથી જેની પાસે વિશેષ અધિકાર નથી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા શહેર બુઢાણામાં જન્મેલા અભિનેતાનું માનવું છે કે ગામડાના લોકોમાં આ બીમારી પ્રચલિત નથી.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીને કહ્યું હતું કે, ‘ગામડાના લોકો માટે ડિપ્રેશન એ એલિયન જેવી વસ્તુ છે’. અભિનેતાએ કહ્યું, ‘હું એવી જગ્યાએથી આવું છું જ્યાં, જો મેં મારા પિતાને કહ્યું કે હું હતાશા અનુભવું છું, તો તે મને જોરદાર થપ્પડ મારી દેત, ડિપ્રેશન ત્યાં નહતું, ત્યાં કોઈને ડિપ્રેશન નથી થતું, બધા ખુશ છે. ગામમાં બધા ખુશ છે પરંતુ શહેરમાં આવ્યા પછી મને ચિંતા, ડિપ્રેશન, બાયપોલર વિશે ખબર પડી. અભિનેતાએ એમ પણ કહ્યું, ‘તે શહેરમાં આવે છે, જ્યાં દરેક માણસ તેની નાની લાગણીઓને પણ ખૂબ વખાણે છે.’
નવાઝુદ્દીનએ આગળ આ વિશે વાત કરી કે, ‘સામાન્ય, વંચિત લોકો તેમના જીવન અને સંજોગોનો મહત્તમ ઉપયોગ કરે છે, પૈસાવાળાથી વિપરીત, જેઓ સામાન્ય રીતે આવા રોગોનો ભોગ બને છે. ‘જો તમે કોઈ મજૂર કે ફૂટપાથ પર સૂતા વ્યક્તિને પૂછો કે ડિપ્રેશન શું છે? વરસાદ પડે ત્યારે પણ તેઓ ડાન્સ કરે છે, તેઓ ડિપ્રેશનને જાણતા નથી. જ્યારે તમારી પાસે પૈસા હોય છે ત્યારે આવી બીમારીઓ આવે છે.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન હાલમાં તેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે નેહા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ 26 મેના રોજ રિલીઝ થવાની છે.