હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીન સિદ્ધીકી (Nawazuddin siddiqui) એ ઘણા સંઘર્ષ બાદ ખ્યાતિ મેળવી છે. નવાઝુદ્દીન સિદ્ધીકીએ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ખુબ લોકપ્રિયતા મેળવી છે. નવાઝુદ્દીન સિદ્ધીકી આજે મોટી હસ્તી બની ગઇ છે. નવાઝુદ્દીન દરેક પ્રકારના રોલ પોતાની આગવી શૈલીથી ખુબ સારી રીતે અદા કરી શકે છે. અભિનેતાએ ફિલ્મી કારકિર્દીની નાના રોલથી શરૂઆત કરી હતી. અમુક ફિલ્મોમાં તો તેઓ માત્ર એક બે મિનટ માટે જ સ્ક્રીન પર નજર આવ્યા હતા.
નવાઝુદ્દીન સિદ્ધીકીએ તાજેતરમાં ઇટાઇમ્સ સાથે તેમના કરિયર અંગે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તે હવે ક્યારેય ફિલ્મોમાં નાના રોલ નહીં કરે, ભલે તે ગમે તેટલાં પૈસા ઓફર કરે’. આ સાથે અભિનેતાએ કહ્યું હતું કે, મને લાગે છે કે પૈસા અને શોહરત તમારા કામનો ભાગ હોય છે, જો તમે મહેનત સાથે કામ કરો છો તો પૈસા અને શોહરત બંને તમારી પાછળ ભાગે છે. હું માનું છું કે, પોતાની જાતને એટલા મજબૂત બનાવી લો કે પૈસા અને ચાહકો તમારા ગુલામ બનવા તૈયાર થઇ જાય.
ઇન્ટરવ્યૂમાં નવાઝુદ્દીન સિદ્દીકીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, અભિનય સિવાય તેઓ શું કરવા ઇચ્છે છે? આ સવાલનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું હતું કે, હું માત્ર એક્ટિંગ અંગે જાણું છું. બસ આ મારાથી સારી રીતે થઇ શકે તે સીમિત છે.
એક્ટરે મહિલા ડાયરેક્ટર સાથે કામ કરવા અંગે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતુ કે, હું ક્યારેય ડાયરેક્ટરને મહિલા કે પુરૂષમાં નજરિયેથી નહીં જોતો. મેં મારા ફિલ્મી કરિયરમાં સૌથી વધુ મહિલા ડાયરેક્ટર સાથે વધુ કામ કર્યું છે, મને ક્યારેય કોઇ અલગ અનુભ કે એ વિશે કદી કંઇ વિચાર્યું નથી. કારણ કે કલા કોઇ જેંડરની મોહતાજ નથી.
નવાઝુદ્દીન સિદ્દીકીના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તેઓ જલ્દી ફિલ્મ ‘હડ્ડી’માં નજર આવશે. આ ફિલ્મમાં તેઓ એક ટ્રાંસજેંડરના કિરદારમાં જોવા મળશે. આ સિવાય તેઓ ‘ટીકૂ વેડ્સ શેરૂ’ અને ‘બોલે ચૂડિયા’ જેવી ફિલ્મેં પાઇપાલનમાં જોવા મળશે.