Neha Kakkar : સુપરસ્ટાર સિંગર 3 સેટ પર સિંગર નેહા કક્કરના જન્મદિવસની ભવ્ય ઉજવણી, જુઓ અહીં

Neha Kakkar : નેહા કક્કર સિંહ જન્મ 6 જૂન 1988 માં થયો હતો તે એક ઇન્ડિયન પ્લેબેક સિંગર છે. નેહા પ્લેબેક સિંગર ટોની કક્કર અને સોનુ કક્કરની નાની બહેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું.

Written by shivani chauhan
June 05, 2024 12:30 IST
Neha Kakkar : સુપરસ્ટાર સિંગર 3 સેટ પર સિંગર નેહા કક્કરના જન્મદિવસની ભવ્ય ઉજવણી, જુઓ અહીં
Neha Kakkar : સુપરસ્ટાર સિંગર 3 સેટ પર સિંગર નેહા કક્કરના જન્મદિવસની ભવ્ય ઉજવણી, જુઓ અહીં

Neha Kakkar : નેહા કક્કર (Neha Kakkar) દેશની પોપ્યુલર સિંગરમાંની એક છે, સિંગરના ચાહકો પણ ઘણા છે. નેહાએ તાજતેરમાં લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો, સુપરસ્ટાર સિંગર 3 (Superstar Singer 3) માં જજ તરીકે જોવા મળે છે. નેહા કક્કરનો બર્થ ડે (Neha Kakkar Birthday) 6 જૂને છે, પણ સુપરસ્ટાર સિંગર 3 મેકર્સ અને સ્પર્ધકોએ તેને ‘બર્થડે સ્પેશિયલ’ એપિસોડ ડેડિકેટ કરીને સિંગરને સરપ્રાઈઝ આપી હતી. મેકર અને સ્પર્ધકોના સરપ્રાઈઝથી નેહા ખુબજ પ્રભાવિત થઇ છે. સુપરસ્ટાર સિંગર 3 જજે આ ખાસ સરપ્રાઈઝ માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે.

Neha Kakkar husband
Neha Kakkar : સુપરસ્ટાર સિંગર 3 સેટ પર સિંગર નેહા કક્કરના જન્મદિવસની ભવ્ય ઉજવણી, જુઓ અહીં

નેહા કક્કરે બર્થ ડે સરપ્રાઈઝ બદલ આભાર વ્યક્ત કર્યો

નેહા કક્કરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સુપરસ્ટાર સિંગર 3 ના સેટ પરથી થોડી BTS ઝલક શેર કરી, આ ક્લિપમાં, નેહાના પતિ રોહનપ્રીત સિંહ અને તેના ભાઈ ટોની કક્કર અને બહેન સોનુ કક્કર પણ જોવા મળે છે. પર્ફોર્મન્સ જોઈને ભાવુક થવાથી લઈને બર્થડે કેકનો આનંદ માણવા સુધી, નેહાના આ વિડિયોમાં સ્પેશિયલ એપિસોડની ઘણી યાદગાર પળો શેર કરી છે.

આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રેમ કહાની : જ્યારે બેવાર લગ્ન કરી ચૂકેલા ધર્મેન્દ્રનું 26 વર્ષ નાની અભિનેત્રી પર આવ્યું હતું દિલ, પછી હેમા માલિનીને આવી ગઈ ‘ગંધ’

આ શેર કરતાં નેહા કક્કરે કેપ્શન આપ્યું, “મારો જન્મદિવસ 6 જૂને છે, પરંતુ ગઈકાલે સુપરસ્ટાર સિંગરના સેટ પર જે રીતે તેઓએ મારો જન્મદિવસ ઉજવ્યો, મને લાગે છે કે કલ કા દિન ભી મેં કભી નહીં ભૂલુંગી.. આભાર”

નેહા કક્કર વિશે:

નેહા કક્કર સિંહ જન્મ 6 જૂન 1988 માં થયો હતો તે એક ઇન્ડિયન પ્લેબેક સિંગર છે. નેહા પ્લેબેક સિંગર ટોની કક્કર અને સોનુ કક્કરની નાની બહેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2005 માં, સિંગિંગ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડોલની બીજી સીઝનમાં ભાગ લીધો હતો. તેણે મીરાબાઈ નોટ આઉટ ફિલ્મમાં કોરસ ગાયિકા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેના અંગત જીવનની વાત કરીએ તો, નેહા કક્કરે પંજાબી સંગીત કલાકાર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે . આ દંપતીએ 24 ઓક્ટોબર, 2020 ના રોજ દિલ્હીમાં ભવ્ય સેટઅપમાં લગ્ન કર્યાં હતા.

https://www.instagram.com/p/C7ygJqPIGOo/?utm_source=ig_embed&ig_rid=cd5070ad-9d68-453a-83ff-a8ab945b56e1&img_index=1

આ પણ વાંચો: છૂટાછેટા થવાની અફવાઓ વચ્ચે નતાસા સ્ટેનકોવિક હાર્દિક પંડ્યાના લગ્નની તસવીરો ફરી ચર્ચામાં

વર્કફ્રન્ટની વાત કરીયે તો નેહાએ સેકન્ડ હેન્ડ જવાની, સની સની, લંડન ઠુમકડા, કર ગયી ચૂલ, કાલા ચશ્મા, ગર્મી અને અન્ય ઘણા હિટ ગીતો ગાયા છે. અત્યાર સુધી, ગાયકે અસંખ્ય ટેલિવિઝન સિંગિંગ રિયાલિટી શો જેવા કે સા રે ગા મા પા લ’ઈલ ચેમ્પ્સ 2017, ઈન્ડિયન આઈડોલ સીઝન 10, સીઝન 11, સીઝન 12, સુપરસ્ટાર સિંગર 3 અને ઘણા શો જજ કર્યા છે.

સુપરસ્ટાર સિંગર 3નું પ્રીમિયર 9 માર્ચ, 2024ના રોજ થયું હતું અને તેમાં મહત્વાકાંક્ષી ગાયકોનો સમૂહ છે. નેહા કક્કડ રિયાલિટી શોની જજ છે જ્યારે હર્ષ લિમ્બાચિયા હોસ્ટ તરીકે જોવા મળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ