Netflix India 2025 Films: મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં નેટફ્લિક્સે 2025 માટે તેની આગામી નવી ફિલ્મો વિશે માહિતી આપી છે, જેમાં અનેક રોમાંચક ફિલ્મો રજૂ થવાની છે. ચાલો, જોઇએ કે કઈ ફિલ્મો લોકોને સૌથી વધુ ઉત્સુક બનાવી રહી છે.
આપ જેસા કોઈ
આપ જૈસા કોઈ ફિલ્મ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાતી ફિલ્મો પૈકીની એક છે. જેવીક સોની દિગ્દર્શિત આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે. જેમાં આર. માધવન શ્રીરેણુ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ મધુ બોસના પાત્રમાં છે. દિલને સ્પર્શતી કહાની અને શ્રેષ્ઠ અભિનય સાથે, આ ફિલ્મ દર્શકોને ભાવનાત્મક રીતે જોડશે એવી અપેક્ષા છે.
જ્વેલ થીફ: ધ હાઇસ્ટ બીગિન્સ
નામ મુજબ આ ફિલ્મ એક માસ્ટર ચોર ઉપર છે. એકશનથી ભરપૂર થ્રિલર ફિલ્મ છે. એક માસ્ટર ચોરને દુનિયાના સૌથી દુર્લભ હીરા આફ્રિકન રેડ સન ચોરવાનું કામ મળ્યું હોય છે. પરંતુ સુયોજિત ચોરી પ્લાન ઘાતકી ખેલમાં ફેરવાઇ જાય છે. જેમાં છેતરપિંડી, દ્રોહ અને અનપેક્ષિત સાથીઓનો સમાવેશ થાય છે. સૈફ અલી ખાન, જયદીપ અહલાવત, કુનાલ કપૂર અને નિકિતા દત્તા સાથેની આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે.
ટોસ્ટર
રાજકુમાર રાવ, સન્યા મલ્હોત્રા, અર્ચના પૂરણ સિંહ, અભિષેક બેનરજી અને ફરાહ ખાન જેવા સ્ટારકાસ્ટ સાથેની આ ફિલ્મ એક ડાર્ક કોમેડી છે, જે એક લોભી માણસની આસપાસ ઘૂમે છે, જે લગ્નની ભેટ એવા એક ટોસ્ટર પર અતિઆસક્ત થઈ જાય છે. ફિલ્મમાં એક નાની સમસ્યા ભયાનક ઘટનાઓની શ્રેણીમાં ફેરવાઈ જાય છે, જેમાં હત્યા અને હાહાકારનો સમાવેશ થાય છે. ડાર્ક કોમેડી દર્શકોને પસંદ આવે એવી છે.
નાદાનિયાં
નાદાનિયાં એક હળવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ઈબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર, મહિમા ચૌધરી, સુનિલ શેટ્ટી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ અભિનીત આ ફિલ્મ દક્ષિણ દિલ્હીનાં સોશ્યલાઇટ વિશે છે, જે પોતાના ધનિક મિત્રો સામે છાપ બેસાડવા માટે એક મધ્યમ વર્ગના સફળ વ્યક્તિને નકલી બોયફ્રેન્ડ તરીકે રાખે છે. પરંતુ, જેમ જેમ વાસ્તવિક લાગણીઓ આગળ આવે છે, તેમ તેમ તેમનો પ્લાન પ્રેમ, ગેરસમજ અને હાસ્યથી રંગાઇ જાય છે. જે દર્શકોને ગમે એવી છે.
ધૂમ ધામ
ઍકશન, કોમેડી અને રોમાન્સથી ભરપુર ધૂમ ધામ ફિલ્મ આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે. આ ફિલ્મમાં માતાની લાડલી અને એક નિર્ભય યુવાનની કહાની છે, જે તેમની લગ્નની રાતે ખતરનાક ગુન્ડાઓ પાસેથી ભાગી રહ્યા છે. આ મસ્તીભરેલી રાત્રિ દરમિયાન તેઓ પ્રેમમાં પડી જાય છે અને ચાર્લી નામના એક રહસ્યમય પાત્રની શોધ કરે છે. યામી ગૌતમ ધર, પ્રતિક ગાંધી, એજાજ ખાન, પ્રતીક બબ્બર અને મુકુલ ચઢ્ઢા આ ફિલ્મના સ્ટારકાસ્ટ છે.
ટેસ્ટ
ટેસ્ટ ફિલ્મ એક ઐતિહાસિક ક્રિકેટ મેચની પૃષ્ઠભૂમિ પર બેઇઝ છે. એક રોમાંચક રમતગમત આધારિત ડ્રામા છે, જ્યાં ત્રણ વ્યક્તિઓના જીવન એક બીજાને અસર કરે છે અને તેમને જીવન બદલાવતા નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. આર. માધવન, નયનતારા, સિદ્ધાર્થ અને મીરા જેસ્મિન જેવા સ્ટારકાસ્ટ છે.
. આ ફિલ્મ મહત્ત્વાકાંક્ષા, ત્યાગ અને સંઘર્ષની એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક કહાની રજૂ કરે છે.





