Nusratt Bharuccha Stuck In Israel : ડ્રીમ ગર્લ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ફસાઈ, શું બોલીવુડ અભિનેત્રી સુરક્ષિત છે?

Nusratt Bharuccha Stuck In Israel : ઈઝરાયલ પેલેસ્ટાઇનના હમાસના રોકેટ હુમલાના કારણે બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયલમાં ફસાઇ ગઇ છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અને અભિનેત્રીના ચાહકો ચિંગ્રાગ્રસ્ત

Written by Ajay Saroya
October 08, 2023 11:14 IST
Nusratt Bharuccha Stuck In Israel : ડ્રીમ ગર્લ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ફસાઈ, શું બોલીવુડ અભિનેત્રી  સુરક્ષિત છે?
ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા. (તસવીરો- નુસરત ભરૂચા/ઇન્સ્ટા)

Nusratt Bharuccha Stand In Israel : ઈઝરાયલ પર પેલેસ્ટાઈલના હમસાના હુમલાથી ભારત અને સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ‘ડ્રીમ ગર્લ’ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે ઈઝરાયલમાં ફસાઇ ગઈ છે. નુસરત ભરૂચા ઈઝરાયલમાં ફસાઇ ગઇ છે અને અભિનેત્રી તેમજ તેની સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. તેની ટીમના એક સભ્યએ આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે હમાસે શનિવારે ઈઝરાયલ પર બોમ્બ એટેલ કરતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ ફેંક્યા હતા. આ હુમલામાં અત્યાર સુધી 480 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

નુસરત ભરૂચા કેમ ઈઝરાયલ ગઇ હતી? (Nusratt Bharuccha Stand In Israel)

બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયલમાં ફસાઇ ગઇ છે. નુસરત ભરૂચાની ટીમના એક સભ્યને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે ત્યાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. ટીમ મેમ્બર દ્વારા આપવામાં આવેલા મેસેજ મુજબ અભિનેત્રીનો છેલ્લો સંપર્ક ગતરોજ બપોરે 12.30 વાગ્યે થયો હતો. આ સમય દરમિયાન ખબર પડી કે તે ભોંયરામાં હતી અને સારી હતી.

નુસરત ભરૂચા ઈઝરાયલમાં સુરક્ષિત છે કે નહીં? (Nusratt Bharuccha Is Safe In Israel

કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને જોતા અભિનેત્રી વિશે વધુ ખુલાસો કરી શકાતો નથી. ઈઝરાયલમા નુસરત ભરૂચા સાથે કોઈ સંપર્ક થયો નથી. તેમની ટીમે કહ્યું છે કે અભિનેત્રીનો સંપર્ક થઇ રહ્યો નથી. તેઓ નુસરતને સુરક્ષિત રીતે ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે અભિનેત્રી જલ્દી સ્વસ્થ અને સુરક્ષિત ભારત પરત ફરશે.

તમને જણાવી દઈએ કે નુસરત ભરૂચા છેલ્લે ફિલ્મ ‘અકેલી’માં જોવા મળી હતી. આ ફિલ્માં એવું દેખાડવામાં આવ્યુ હતું કે, ઇઝરાયેલમાં ગૃહ યુદ્ધમાં એક છોકરી ફસાઈ જાય છે. આ ફિલ્મ યુદ્ધની વચ્ચે ફસાયેલી એકલી છોકરીના ઘરે પાછા ફરવાના સંઘર્ષને જણાવે છે. હવે આ જ વાત અભિનેત્રી સાથે પણ સાચી પડી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ