OMG 2 Box office collection day 5 : સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 બંને મોટી ફિલ્મો એક જ દિવસ 11 ઓગસ્ટના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે.બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર છતાં સારી કમાણી કરી રહી છે. અક્ષય કુમારની ‘OMG 2′ બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન જાળવી રહી છે. અને તે પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. શાનદાર ઓપનિંગ બાદ સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
OMG 2માટે સુપર મંગળવાર સાબિત થયો હતો. કારણ કે 15 ઓગસ્ટના દિવસે OMG 2એ સૌથી વધુ કમાણી કરી હતી. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, OMG 2એ સ્વતંત્રતા દિવસના ખાસ પર્વ પર અક્ષય કુમારની OMG 2એ 18.50 કરોડનો બોક્સ ઓફિસ પર વેપાર કર્યો છે. આ સાથે OMG 2નું કુલ કલેક્શન 73.67 કરોડ થયું છે. તેથી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ફિલ્મ તેના પ્રથમ સપ્તાહના અંતમાં 100 કરોડનો આંકડો પાર કરી લેશે. બીજી બાજુ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર પણ પ્રતિદિન બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી છે.
અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીના જોરદાર અભિનયથી બનેલી ફિલ્મ ‘OMG 2’ એક સામાજિક સંદેશ આપે છે. આ ફિલ્મ અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ‘OMG’ની સિક્વલ છે. જ્યારે ‘OMG 2’ ને દર્શકોતરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમજ આ ફિલ્મ સની દેઓલની ગદર 2 સાથે પણ ટક્કરનો સામનો કરી રહી છે. આમ છતાં ‘OMG 2’ની કમાણી દરરોજ વધી રહી છે. આ ફિલ્મે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની રજાનો પણ લાભ લીધો હતો અને પ્રારંભિક અંદાજ મુજબ, તેણે રિલીઝ થયા પછી અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે.