ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ! ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કર એવોર્ડ જીત્યો

Oscar 2023: ભારતીય ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પરર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ ડોક્યુમેન્ટરીએ હોલઆઉટ, હાઉ ડુ યુ મેઝર અ યર ?, ધ માર્થા મિશેલ ઈફેક્ટ, સ્ટ્રેન્જર એટ ધ ગેટને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.

Written by mansi bhuva
March 13, 2023 09:26 IST
ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ! ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કર એવોર્ડ જીત્યો
આ વર્ષે ઓસ્કરમાં ભારત તરફથી ત્રણ ફિલ્મોને નોમિનેશન મળી હતી.

આજે 13 માર્ચના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કર એવોર્ડ સમારોહ શરૂ થઇ ગયો છે. જેમાં ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ લિફન્ટ વ્હીસ્પરર્સે પ્રથમ ઓસ્કર પોતાના નામે કરી લીધો છે. ભારતીય ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પરર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ ડોક્યુમેન્ટરીએ હોલઆઉટ, હાઉ ડુ યુ મેઝર અ યર ?, ધ માર્થા મિશેલ ઈફેક્ટ, સ્ટ્રેન્જર એટ ધ ગેટને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં ખુબ ગૌરવની છે.

ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ધ ફ્લાઈંગ સેઈલર, આઈસ મર્ચન્ટ્સ, માય યર ઓફ ડિક્સ, એન ઓસ્ટ્રિચ ટોલ્ડ મી ધ વર્લ્ડ ઈઝ ફેક અને આઈ થિંક આઈ બીલીવ ઈટના નામ પણ આ કેટેગરીમાં સામેલ હતા.

આ વર્ષે ઓસ્કરમાં ભારત તરફથી ત્રણ ફિલ્મોને નોમિનેશન મળી હતી. જેમાં તેને શોર્ટ ફિલ્મ કેટેગરીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ફિલ્મની સાથે સાથે, Howout, How Do You Measure a Year, The Martha Mitchell Effect અને Stranger at the Gate જેવી ફિલ્મોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી, જેમાં The Elephant Whispers ને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે, કારણ કે તે ભારતના ઈતિહાસમાં ઓસ્કર જીતનારી પ્રથમ ફિલ્મ બની છે.

આ ફિલ્મ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની શ્રેણીમાં નોમિનેટ થઈ હતી. તેનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા કરવામાં આવ્યું છે. તે એક સામાજિક દસ્તાવેજી ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા છે. કાર્તિકીએ પોતાની શોર્ટ ફિલ્મથી ઈતિહાસ રચી દીધો છે. કાર્તિકની ફિલ્મે એ કામ બતાવ્યું છે, જે આજ સુધી મોટા સ્ટાર્સ નથી કરી શક્યા. આજનો દિવસ ભારતના લોકો માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ