ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વર્ષ 2023માં ઘણા દિગ્ગજ કલાકારોએ ઓટીટ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે. જેમાં માધુરી દિક્ષીતથી લઇ અજય દેવગણ, સુનિલ શેટ્ટી સહિતના સિતારાઓનો સમાવેશ થાય છે. આ વર્ષ પૂરું થવામાં માત્ર થોડાક જ દિવસ બાકી છે, વર્ષ 2023નું વેલકમ કરવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વર્ષ 2023 લોકો માટે મનોરંજનથી ભરપૂર હશે.
વર્ષ 2023માં ઘણા સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરી રહ્યા છે. જેમાં શાહિદ કપૂર સહિત વરૂણ ધવન સામેલ છે. શાહિદ કપૂરની વાત કરીએ તો તે વેબ સીરિઝ ‘ફર્જી’ તેમજ વરૂણ ધવન ‘સિટાડેલ ઇન્ડિયા’થી ઓટીટી પર ડેબ્યૂ કરશે.
આ સિવાય અભિનેત્રી કાજોલ અમેરિકી કોર્ટ રૂમ ડ્રામા સીરિઝ ‘ધ ગુડ વાઇફ’ હિંદી રીમેકથી ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે. આ ડ્રામા સીરિઝનું નિર્દેશન સુપર્ણ વર્મા કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ સીરિઝમાં કાજોલ સાથે કુબ્રા સૈત, શીબા ચડ્ઢા, આમિર અલી નજર આવશે. કાજોલ આ સીરિઝમાં ગૃહિણીની ભૂમિકા નિભાવતી નજર આવશે. તેમજ કાજોલ તેના પતિના જેલ જવાથી પરિવારની જવાબદારી તેના માથે આવી જતા 13 વર્ષ બાદ કાનૂની ફર્મ પર કામ પર પરત ફે છે. કોજોલની આ સીરિઝ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
આ લિસ્ટમાં અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનું નામ પણ છે. અનન્યા પાંડે એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સીરિઝ ‘કોલ મી બે’ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરશે. આ સીરિઝનું નિર્માણ કરણ જોહરની કંપની કરી રહી છે. અનન્યા પાંડે આ સીરિઝમાં એક અરબપતિ ફેશન આઇકોનની ભૂમિકા અદા કરી રહી છે. જેને કથિક કૌભાંડ મામલે પરિવાર અસ્વીકાર કરી દે છે. અનન્યા પાંડેની આ સીરિઝ કોલિન ડી.કુન્હાના નિર્દેશન હેઠળ બની રહી છે.
આ પણ વાંચો: ‘કલા’ સંગીતના રસિયાઓ માટે માણવા જેવી, આ છે ફિલ્મની ખાસિયત
કરીના કપૂર પણ લાંબા સમય બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવા જઇ રહી છે. કરીના કપૂર ‘ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે કરીના કપૂરનો આ શો જાપાની લેખક કીગો હિગાશિનોના ઉપન્યાસ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પર આધારિત છે. સુજોય ઘોષ નિર્દેશિત આ સીરિઝમાં કરીના કપૂર ખાન સાથે વિજય વર્મા, જયદીપ અહલાવત પ્રમુખ ભૂમિકા નિભાવતા નજર આવશે. આ સીરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
દબંગ ગર્લ સોનાક્ષી સિંહા રીમા કાગતીના નિર્દેશન હેઠળ તૈયાર થનારી વેબ સીરિધ ‘દહાડ’ દ્વારા એમેઝોન પ્રાઇમ વીડિયો ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. તમને જણાવી દઇએ કે આ સીરિઝમાં સોનાક્ષી સિંહા પોલિસ ઓફિસર અંજલિ ભટ્ટના કિરદારમાં નજર આવશે. તેમજ આ સીરિઝમાં સોનાક્ષી સિંહા સાથે વિજય વર્મા, ગુલશન દેવૈયા સહિત સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
બિગ સ્ક્રીન પર કંઇ ખાસ કમાલ દર્શાવવામાં નિષ્ફળ રહેનાર અભિનેત્રી સારા અલી ખાન હવે ઓટીટી પ્લેટફોર્મ પર કિસ્મત અજમાવશે. સારા અલી ખાન એમેઝોન પ્રાઇમ વીડિયો પર વેબ સીરિઝ ‘એ વતન મેરે વતન’થી ડેબ્યૂ કરશે. આ સીરિઝ કન્નન અય્યરના નિર્દેશ હેઠળ તૈયાર થઇ રહી છે. આ સીરિઝ વર્ષ 1942માં થયેલા સ્વતંત્રતા આંદોલન પર આઘારિત છે. તેમજ આ સીરિઝમાં સારા ઉષા મહેતાની ભૂમિકામાં નજર આવશે. જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સિક્રેટ રેડિયો ઓપરેટર હતી.
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનેભી શિલ્પા શેટ્ટી સાથે રોહિત શેટ્ટીની આગામી વેબ સીરિઝ ‘ઇંડિયન પોલિસ ફોર્સ’થી ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરશે. આ વેબ સીરિઝના કુલ 8 એપિસોડ છે.
ઓટીટી પર તહેલકો મચાવનાર અને ચર્ચિત વેબ સીરિઝ ‘ધ નાઇટ મેનેજર’ની હિંદી રીમેકથી અભિનેતા આદિત્ય રોય કપૂર ઓટીટી પર ડેબ્યૂ કરશે. આ હિંદી રીમેકમાં આદિત્ય રોય કપૂર સાથે અનિલ કપૂર અને શોભિતા ધુલિપાલા મુખ્ય પાત્રમાં નજર આવશે. સંદીપ મોદી નર્દેશિત આ સીરિઝમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ સીરિઝના કુલ 6 એપિસોડ હશે, ત્યારે આ સીરિઝનું શૂટિંગ શ્રીલંકા ખાતે કરવામાં આવ્યું છે.