હવે નવા વર્ષના આગમનને માત્ર ત્રણ દિવસ જ બાકી છે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકો ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ નૂતનવર્ષ (Welcome 2023) ના વધામણા કરવામાં વ્યસ્ત થઇ જાય છે. નવા વર્ષનું વેલકમ કંઇ રીતે કરવું તેની લોકો યોજના બનાવી રહ્યા છે. આ અવસર પર ઘણા લોકો નવી જગ્યાએ જવાનું પસંદ કરશે તો કેટલાક લોકો નવી ફિલ્મો જોવાનું પ્લાનિંહ કરતા હશે. એવામાં અમે તમારા માટે નવા વર્ષે રિલીઝ થનારી ફિલ્મોની યાદી તૈયાર કરી છે.
વીર દાસ: લેન્ડિંગ (Vir Das: Lading)
આ લિસ્ટમાં પહેલું નામ કોમેડિયન વીર દાસની સિરીઝ ‘વીર દાસ: લેન્ડિંગ’નું છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર અંગ્રેજી ભાષામાં 26 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી છે.
ટ્રીસન (Treason)
બીજું નામ નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ટ્રીસન’ છે. 26 ડિસેમ્બરે આ વેબ સિરીઝ પણ સ્ટ્રીમ કરવામાં આવી છે. નવા વર્ષ પર આ અંગ્રેજી સિરીઝનો આનંદ પણ લઈ શકો છો.
7 વુમેન એન્ડ અ મર્ડર (7 Women And A Murder)
થ્રિલર જોવાના મૂડમાં હોવ તો તમે મિસ્ટ્રી ક્રાઈમ ફિલ્મ ‘7 વુમન એન્ડ અ મર્ડર’ પણ જોઈ શકો છો. જે આ નેટફ્લિક્સ પર આજે (28 ડિસેમ્બર) રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ જોવા મળશે.
સ્ટક વિથ યૂ (Stuck With You)
આ ફિલ્મ આજે (28 ડિસેમ્બર) થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તમે તેને તમારા ન્યૂ યરની વોચલિસ્ટમાં સામેલ કરી શકો છો.
લવ ઈઝ બ્લાઈન્ડ: બ્રાઝિલ સીઝન 2 (Love Is Blind: Brazil Season 2)
લિસ્ટમાં આગળનું નામ છે ‘લવ ઈઝ બ્લાઈન્ડઃ બ્રાઝિલ સિઝન 2’, 28 ડિસેમ્બરથી અંગ્રેજી ભાષાની આ વેબ સિરીઝ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
રાઈઝ ઓફ એમ્પાયર્સઃ ઓટ્ટોમન સીઝન 2 (Rise Of Empires: Ottoman Season)
રાઈઝ ઓફ એમ્પાયર્સઃ ઓટ્ટોમન સીઝન 2 (Rise Of Empires: Ottoman Season વેબ સિરીઝ 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
આર યા પાર (Aar Ya Paar)
‘આર યા પાર’ (Aar Ya Paar) વેબ સિરીઝ છે, જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 30 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
વ્હાઈટ ન્વોઈઝ (White Noise)
ન્યૂ યર પર તમે નેટફ્લિક્સ પર અંગ્રેજી ભાષાની ફિલ્મ ‘વ્હાઈટ ન્વોઈઝ’ જોઈ શકો છો, જે 30 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
ધ ગ્લોરી (The Glory)
આ લિસ્ટમાં વેબ સિરીઝ ‘ધ ગ્લોરી’ છે, જે 30 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
લીવ ટુ લીડ (Live To Lead)
તમે તમારા ન્યૂ યરની વોચલિસ્ટમાં અંગ્રેજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘લીવ ટુ લીડ’નો પણ સામેલ કરી શકો છો. તે 30 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
‘કૈલિડોસ્કોપ’ (Kaleidoscope)
1 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર અંગ્રેજી વેબ સિરીઝ ‘કૈલિડોસ્કોપ’ સ્ટ્રીમ થશે. આ શોનું ક્રિએશન એરિકા ગ્રેશિયા દ્વારા કરાયું છે.
‘ધ લિવિંગ લાઇફ એડલ્ટ્સ’ (The living life of adults)
4 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર ‘ધ લિવિંગ લાઇફ એડલ્ટ્સ’ રિલીઝ થવા માટે તૈયાર છે. આ વેબ સિરીઝ આ નામથી બહાર પાડેલી નોવેલ પર આઘારિત ડ્રામા છે. તમને જણાવી દઇએ કે આ સિરીઝની મૂળ ભાષા ઇટાલિયન છે, પરંતુ આ અંગ્રેજીમાં જોઇ શકાઇ છે.
તાજા ખબર (Taaza Khabar)
6 જાન્યુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર મશહૂર યૂટ્યૂબર ભુવન બામની ‘તાજા ખબર’ સિરીઝથી ડેબ્યૂ કરશે. આ વેબ સિરીઝમાં ભુવન સફાઇ કર્માચારીના કિરદારમાં જોવા મળશે. આ વેબ સિરીઝ ખરેખર જોવા જેવી છે.
હંટર્સ (hunters)
એમેઝોન પ્રાઇમ પર આગામી 13 જાન્યુઆરીના રોજ ક્રાઇમ શો ‘હંટર્સ’ની બીજી સિરીઝ ધૂમ મચાવશે. આ કોન્સપિરેસી થ્રિલર શોમાં લોગન લરમૈન, અલ પચીનો, જેરિકા હિંટન, લેના ઓલીન, સાઉલ રૂબીનેક મહત્વની ભૂમિકામાં નજર આવશે.