scorecardresearch

દિવાળીના પર્વને નવી આવનારી ફિલ્મો અને વેબ સીરિઝ વધારે બનાવશે ખાસ

Ott relase this week: આજે અમે તમારા માટે એવી ફિલ્મો અને સીરિઝની યાદી તૈયાર કરી છે જે આગામી દિવસોમાં રિલીઝ થશે. જેમાં સસ્પેન્સ, થ્રિલર, કોમેડી અને ક્રાઈમનો ભકપૂર તડકો છે. તો ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મો અને શ્રેણીઓ ધમાકેદાર છે.

દિવાળીના પર્વને નવી આવનારી ફિલ્મો અને વેબ સીરિઝ વધારે બનાવશે ખાસ
આ અઠવાડિયામાં આ ફિલ્મો અને વેબ સીરિઝ થશે રિલીઝ

આ વખતે દેશભરમાં દિવાળીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે આ દિવાળીના તહેવારને વધુ ખાસ બનાવવા માટે OTT પ્લેટફોર્મ સિનેમાપ્રેમીઓ માટે કોઈ મોટી ભેટથી ઓછું નથી. દરેક વ્યક્તિ નવી વેબ સિરીઝ અને OTT મૂવીઝની આતુરતાથી રાહ જોતા હોય છે. એક તરફ જ્યાં દર્શકો નવા કન્ટેન્ટની શોધ કરે છે, તો મેકર્સ પણ લોકો માટે અનેક પ્રકારની સામગ્રી રજૂ કરે છે. આજે અમે તમારા માટે એવી ફિલ્મો અને સીરિઝની યાદી તૈયાર કરી છે જે આગામી દિવસોમાં રિલીઝ થશે. જેમાં સસ્પેન્સ, થ્રિલર, કોમેડી અને ક્રાઈમનો ભકપૂર તડકો છે. તો ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મો અને શ્રેણીઓ ધમાકેદાર છે.

વિકી કૌશલ તમારી દિવાળી બનાવશે ખાસ

વિકી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ગોવિંદા નામ મેરા 30 ઓક્ટોબરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં વિકી કૌશલ ટાઇટેનિકની ભૂમિકા નિભાવી રહ્યો છે. જ્યારે ભૂમિ પેડનેકર તેની પત્નીનો રોલમાં નજર આવશે. પરંતુ કિયારા અડવાણી તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

‘ચોર નિકલ કે ભાગા’

અભિનેત્રી યામી ગૌતમની ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ દિવાળીના અવસર પર રિલીઝ થશે. ફિલ્મમાં યામી ગૌતમ અને સની કૌશન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના પ્રસંગ પર Netflix પર રિલીઝ થશે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન સાથે kBCના સેટ પર થયો ગંભીર અક્સ્માત

નયનતારાના લગ્ન પર બનેલી ડોક્યુમેન્ટરી રિલીઝ

સાઉથની સુપરસ્ટાર નયનતારાના લગ્ન પર બનેલી ડોક્યુમેન્ટરી દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવી છે. રજનીકાંતથી લઈને શાહરૂખ ખાન અને ઘણા મોટા સ્ટાર્સે તેમના લગ્નમાં સામેલ થયા હતા. નયનતારાએ આ વર્ષે ડાયરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હતા. આ ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.

‘મર્ડર ઇન અ કોર્ટ રૂમ’ આ તારીખે થશે રિલીઝ

‘ઇન્ડિયન પ્રિડેટર’ જેની ત્રીજી સીઝન ‘મર્ડર ઇન અ કોર્ટ રૂમ’ 28 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝની પ્રથમ બે સીઝનમાં ભયંકર હત્યારાઓની વાર્તાઓ પણ બતાવવામાં આવી હતી, જેનો ડર લોકોના આત્માને હચમચાવી નાંખે છે. હવે ત્રીજી સીઝનમાં આવા ખૂની અને સીરીયલ રેપિસ્ટની વાર્તા છે.

આ પણ વાંચો: ઉર્ફી જાવેદે દિવાળીના પર્વનો ટોપલેસ વીડિયો શેર કરી પાઠવી શુભેચ્છા, યૂઝર્સે આપી પ્રતિક્રિયા

‘ધ ગુડ નર્સ’ ફિલ્મ નેટફ્લિક્સ પર મચાવશે ધૂમ

‘ધ ગુડ નર્સ’ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 ઓક્ટોબરે રિલીઝ થશે. આ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. જેમાં જેસિકા ચેસ્ટેન સિંગલ મધરનું પાત્ર નિભાવતી જોવા મળે છે. જે એક નર્સ છે અને તે હૃદયની બિમારી સામે લડી રહી છે.

આ જર્મન ફિલ્મ મચાવશે ધમાલ

‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ એક જર્મન ફિલ્મ છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ એક એન્ડી વોર ફિલ્મ છે, જે આ જ નામની નવલકથા પર આધારિત છે. તેની વાર્તા પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ઘટનાઓ અને જર્મન સૈનિક પોલ બોમરના અનુભવો દર્શાવે છે.

Web Title: Ott release october upcoming movies and web series

Best of Express