OTT Movies and Web Series This Week : ઘણા સમયથી લોકોને OTTનો ચસકો ચડ્યો છે. ત્યારે આ વીકેન્ડને વધુ આનંદદાયક અને સ્પેશિયલ બનાવી શકો છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઘરે બેઠાં શાનદાર ન્યૂ રિલીઝ મુવી અને વેબ સીરિઝ રિલીઝ થઇ છે. જેની અમે યાદી તૈયાર કરી છે. તમે Netflix, Amazon Prime Video અને Disney Plus Hotstar જેવા OTT પ્લેટફોર્મ પર આ નવી રિલીઝનો આનંદ માણી શકો છો.
ક્રેક
એક્શન અને રોમાંચથી ભરપૂર અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલની ‘ક્રેક’ જોયને તમને ચોક્કસ મજા પડી જશે. ફિલ્મમાં સિદ્ધુ નામનું એક પાત્ર છે જે પોતાના ખોવાયેલા ભાઈને શોધે છે. આ મુવી આજે 26 એપ્રિલથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ ગઇ છે.
ટિલ્લુ સ્ક્વેર
ટિલ્લુ સ્ક્વેર મુવીમાં ટિલ્લુ નામનું એક પાત્ર છે, જે હત્યાના કેસમાં ફસાઈ જાય છે. એ પછી શું થાય? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. આ મુવી નેટફ્લિક્સ પર 26 એપ્રિલથી ઉપલબ્ધ થશે.
ભીમા
આ લિસ્ટમાં સાઉથના ‘ભીમા’નું નામ પણ સામેલ છે. તેની ફિલ્મ એક જાસૂસ પર આધારિત છે, જેને મંદિરમાં બનતી રહસ્યમય ઘટનાઓ વિશે જાણવા મળે છે. તમે તેને ડિઝની પ્લસ હોટસ્ટાર પર 26 એપ્રિલથી જોઈ શકો છો.
દિલ દોસ્તી દિલેમા
આ વેબ સીરિઝ અસમારા નામના પાત્રની આસપાસ ફરે છે, જેને તેના શિક્ષણ માટે તેના દાદા-દાદીના ઘરે મોકલવામાં આવે છે. આ વેબ સીરિઝ 25 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ ગઇ છે.
કુંગ ફુ પાંડા 4
‘કુંગ ફુ પાંડા 4’ પુ નામના પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને પીસ વેલીના સ્પ્રીચ્વલ લીડર તરીકે પસંદ કરવામાં આવે છે. જે તમે 26મી એપ્રિલથી બુક માય શોમાં જોઈ શકો છો.
રણનીતિ
રણનીતિ વેબ સીરિઝ બાલાકોટ હવાઇ ધમાકા પર આધારિત છે. આ વેબ સીરિઝમાં જિમી શેરગલ, આશુતોષ રાણા, લારા દત્તા મહત્વની ભૂમિકામાં છે. આ વેબ સીરિઝ ગઇકાલે 25 એપ્રિલે જિયો સિનેમા પર રિલીઝ થઇ ગઇ છે.
આ પણ વાંચો : Vidya Balan : ડર્ટી પિક્ચર પછી વિદ્યા બાલનને લાગી ગઇ હતી આ ખરાબ આદત, એક્ટ્રેસનો ખુલાસો
ગુડબાય અર્થ
એસ્ટરોઇડ દ્વારા પૃથ્વીનો નાશ થવામાં માત્ર 200 દિવસ બાકી છે. ગુડબાય અર્થ એ વૂંગચેઓન શહેરમાં રહેતા લોકોની કહાની છે. આ કહાની લશ્કરી કાયદા, સામાજિક પતન અને જીવન ટકાવી રાખવાની દુવિધાઓ સાથે ઝઝૂમી રહેલા જિન સે-ક્યુંગ પર કેન્દ્રિત છે, જે એક સ્કૂલના શિક્ષક છે. આ ફિલ્મ ગઇકાલે 25 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઇ છે.





