ઉર્ફી જાવેદે ઓન કેમેરા હોઠ પર લગાવ્યા ઇન્જેક્શન, થોડીવાર પછી ચહેરાની હાલત થઈ ગઈ ખરાબ

Urfi Javed Video: ઉર્ફી જાવેદે 9 વર્ષ પછી તેના લિપ ફિલર કાઢ્યા છે. આ સારવાર દરમિયાન તેને ખૂબ પીડાનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ઉર્ફીના હોઠ ખૂબ સૂજી ગયા છે.

Written by Rakesh Parmar
Updated : July 20, 2025 20:06 IST
ઉર્ફી જાવેદે ઓન કેમેરા હોઠ પર લગાવ્યા ઇન્જેક્શન, થોડીવાર પછી ચહેરાની હાલત થઈ ગઈ ખરાબ
કેમેરા પર ઉર્ફી જાવેદના હોઠની સર્જરી. (તસવીર: સોશિયલ મીડિયા)

‘Big Boss OTT’ની ભૂતપૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ હંમેશા તેના ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત ઉર્ફી તેના કોન્ટ્રોવર્સિયલ નિવેદનો માટે પણ જાણીતી છે. જોકે આ વખતે ઉર્ફી તેના કોઈ કપડાં કે ફેશન સેન્સને કારણે નહીં પરંતુ કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છવાયેલી છે. હાલમાં ઉર્ફીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા છે તો કેટલાક ફેન્સ તેના આ વીડિયો પર કમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ઉર્ફીએ 9 વર્ષ પછી લિપ ફિલર કાઢ્યા

ઉર્ફી જાવેદે 9 વર્ષ પછી તેના લિપ ફિલર કાઢ્યા છે. આ સારવાર દરમિયાન તેને ખૂબ પીડાનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ઉર્ફીના હોઠ ખૂબ સૂજી ગયા છે. રવિવારે ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં જોવા મળે છે કે તેના હોઠ પર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેને ખૂબ પીડા થઈ રહી છે. તેમ છતાં ઉર્ફીએ તેની સારવાર પ્રક્રિયા પૂર્ણ કરી.

https://www.instagram.com/p/DMUk5p9SYPG

લિપ ફિલર નીકાળવું ખૂબ જ પીડાદાયક

ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કરતા ઉર્ફીએ લખ્યું કે, ‘ના, આ ફિલ્ટર નથી, મેં મારા ફિલર્સ કાઢવાનું નક્કી કર્યું કારણ કે તે હંમેશા ખોટી જગ્યાએ હતા અને હું તેને ફરીથી કરાવીશ, હું ફિલર્સને કુદરતી રીતે લગાવવાનો બિલકુલ ઇનકાર કરતી નથી પરંતું તેને કાઢવું ખૂબ જ પીડાદાયક છે. આ ઉપરાંત ફિલર્સ માટે તમે કોઈ સારા ડૉક્ટર પાસે જાઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જોકે કેટલાક ક્લિનિકના ડૉક્ટરોને આ વિશે કોઈ પૂરતું જ્ઞાન હોતું નથી. પરંતુ આખરે મને યોગ્ય ડૉક્ટર મળી ગયા.’

આ પણ વાંચો: હિરોઈન બનતાની સાથે જ મોનાલિસાના તેવર બદલાયા, કાળા ચશ્મા અને વેસ્ટર્ન ડ્રેસમાં દેખાડ્યો નવો અંદાજ

વીડિયો જોયા બાદ લોકોએ આપ્યા રિએક્શન

ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પર ટિપ્પણી કરીને યુઝર્સ અભિનેત્રી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. એક યુઝરે આ પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ બધી વસ્તુઓની શું જરૂર છે.’ એકે કહ્યું, ‘તમારા હોઠ કુદરતી રીતે સારા છે, આ બધું નકામું છે.’ એકે લખ્યું, ‘અલ્લાહનો કોપ પડી રહ્યો છે.’ એકે લખ્યું, ‘ઉર્ફી કૃપા કરીને તમારી કુદરતી સુંદરતાને બગાડવાનું બંધ કરો.’ બીજાએ કહ્યું, ‘આ બધાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.’

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ