scorecardresearch

મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા જીવન પર આધારિત ફિલ્મ બનાવીશ: પાન નલિન

ધ ઇન્ડિયન એક્સપ્રેસે ફિલ્મના નિર્દેશક અને મુખ્ય પાત્ર નિભાવનાર 9 વર્ષના ભાવિન રબારી સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંતર્ગત ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, મને ઓસ્કર શું છે તે અંગે ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઇ તે સમયે ખ્યાલ આવ્યો હતો.

મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા જીવન પર આધારિત ફિલ્મ બનાવીશ: પાન નલિન
Chhelow Show photo

દિગ્ગજ નિર્દેશક પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર 2022 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે ફિલ્મના નિર્દેશક અને મુખ્ય પાત્ર નિભાવનાર 9 વર્ષના ભાવિન રબારી સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંતર્ગત ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, ‘મને ઓસ્કર શું છે તે અંગે ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઇ તે સમયે ખ્યાલ આવ્યો હતો’.

‘મેં ક્યારેય આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું ન હતું’

જ્યારે છેલ્લો શોના નિર્દેશક પાન નલિનને પ્રશ્નો કર્યા હતા કે, કેટલા વર્ષથી આ સ્ટોરી તમારી પાસે હતી અને ક્યારે આ ફિલ્મની શરૂઆત કરી હતી. જે અંગે નલિને કહ્યું હતું કે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા જીવન પર આધારિત આ પ્રકારની ફિલ્મ બનાવીશ’. ત્યારે કંઇ રીતે અને શું કામ વિશ્વ સ્તરે ડંકો વગાડનારી ફિલ્મ ‘છેલ્લો શો’નું નિર્માણ થયું તે વિશે વાત કરીએ.

આ રીતે બની છેલ્લો શો

આ ઇન્ટરવ્યૂમાં પાન નલિને જણાવ્યું હતું કે, ‘દસ વર્ષ પહેલાં તે તેમના વતન સૌરાષ્ટ્રમાં ગયા હતા. જયાં મારા પરિવારે મને કહ્યું હતું કે, તારો મિત્ર મુશ્કેલીમાં છે. હાલ તેઓ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. કારણ કે તેમની નોકરી જતી રહી હતી. એટલે હું તુરંત મારા મિત્રને મળવા ગયો હતો.બસ ત્યારે તેમને તેના મિત્રની નોકરી જવાનું કારણ સાંભળી એવો અનુભવ થયો કે મારે અહીંયા કંઇક આપવાની જરૂર છે. બસ પછી તો આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને ધીમે ધીમે બધુ જ સેટ ગયું હતુ. તો આ રીતે 10 વર્ષ બાદ ‘છેલ્લો શો’ બની છે.

પાન નલિનને બાળપણથી જ રસ
ઉલ્લેખનીય છે કે, પાન નલિનને બાળપણથી જ સિનેમા પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. જેને પગલે તેમણે ડિજીટલાઇઝેશનની થિયેટરો અને લોકો પર કેટલી ઉંડી અસર પહોંચે છે તેવી ફિલ્મનું નિર્માણ કરાયું છે.

‘હું જેવો છું એવો જ રહીશ’
ઇન્ટરવ્યૂમાં ભાવિન રબારીએ તે તેના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ભાવિન રબારીને પ્રશ્ન કર્યો હતો કે, ફિલ્મમાં અભિનય કરીને હવે કેવું લાગી રહ્યું છે. જેને લઇને ભાવિને કહ્યું હતું કે, મારા રબારી સમાજમાં હું એવો પહેલો છું જેણે આટલી નાની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યો છું. વધુમાં ભાવિન રબારી કહ્યું કે હું જેવો છું એવો જ રહીશ. ખરેખર આ ખુબ જ ગર્વની વાત કહેવાય. ભાવિન રબારી જામનગરના અંતરિયાળ ગામનો રહેવાસી છે. તેમજ તે તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

જાણો ફિલ્મના શૂંટિંગ વિશે
પાન નલિન ફિલ્મના શૂટિંગ વિશે જણાવે છે કે, ફિલ્મમાં અભિનય કરી રહેલા બાળકો ગુજરાતના કાઠિયાવાડના રહેવાસી છે. ત્યારે અમે સાસણ ગીરની આસપાસના અનેક સ્થળોએ શૂટિંગ કર્યું છે. સાથે જ અમે કેટલાક ક્લાઈમેક્સ સિક્વન્સનું શૂટિંગ પણ રાજકોટમાં કર્યું હતું. છેલ્લો શો વિશ્વભરમાં 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

Web Title: Pan nalin and bhavin rabari exlcusive interview

Best of Express