/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Panchayat-3-Abha-Sharma.jpg)
પંચાયત 3 ના ફેમસ અમ્મા જી કહે છે 'વેબ સિરીઝનો અર્થ પણ સમજી શકી નહિ, અને તેમાં ભૂમિકા ભજવી'
Jyothi Jha : Panchayat 3 Abha Sharma : પંચાયત 3 (Panchayat 3) ખુબજ લોકપ્રિય બની ગઈ છે. આ વેબ સિરીઝની 3 સીઝન પુરી થઇ છે જે તાજતેરમાં રિલીઝ 28 મે ના રોજ પ્રાઈમ પર થઇ હતી. રિલીઝ થયા ના 1-2 દિવસ માંજ સોશિયલ મીડિયા પર તેના મીમ ખુબજ વાયરલ થયા છે. સીઝન 3 માં ખાસ કરીને અમ્માજીનો ડાયલોગ ''મન કુછ અચ્છા નહીં લગ રહા” એ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અમ્માજીના 'અભિનય' અને વિનોદી સ્વભાવે તેમને ચાહકોના પ્રિય બનાવ્યા છે. આ અમ્માજીની ભૂમિકા આભા શર્મા નિભાવી રહી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Abha-Sharma-during-her-college-days.webp)
અમ્માજીની ભૂમિકા નિભાવનાર આભા શર્મા વિશે
આભ શર્મા હાલ 75 વર્ષની છે. આભા શર્માએ 54 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી! આભા શર્મા સાહિત્યિક વિવેચક, ભાષાશાસ્ત્રી, કવિ અને ચિંતક રામ વિલાસ શર્માની ભત્રીજી છે. indianexpress.com સાથેની એક વાતચીતમાં, આભા શર્માએ તેની લાઈફ સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું, “હું બાળપણથી જ એકટિંગ કરવા માંગતી હતી. પરંતુ, મારી માતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી મંજૂર ન હતી. ખાસ મીડિયા વ્યવસાય પસંદ ન હતો. અને હું તેની ઈચ્છા વિરુદ્ધ જવા માંગતી નહોતી. મારું કુટુંબ સુશિક્ષિત હોવા છતાં, તેઓ થોડા રૂઢિચુસ્ત હતા. મારી મમ્મીના અવસાન પછી, મેં ફરી એક વાર અભિનય કરવાનું શરૂ કર્યું. અને આ મને મારા ભાઈ-બહેનોનો ટેકો આપ્યો હતો.”
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Abha-Sharma-poses-with-her-neighbours-kids.webp)
આભા તેના પરિવારમાં સૌથી નાની હતી. જ્યારે તેમના પરિવારો અનુક્રમે દિલ્હી અને હૈદરાબાદમાં સ્થાયી થયો છે. ટેલિકોમ કંપનીમાં કામ કરતા તેમના પિતાના અવસાન પછી, આભા શર્મા તેની બીમાર માતાની સંભાળ લેવા માટે રહ્યા અને ક્યારેય લગ્ન કર્યા નહીં. હંમેશા કલાકાર બનવાની ઈચ્છા ધરાવતી આભાએ જેજે સ્કૂલ ઓફ આર્ટસમાંથી ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી.
તેનું જીવન સરળ નહોતું. 35 વર્ષની ઉંમરે, પેઢામાં ચેપને કારણે, આભાએ તેના બધા દાંત ગુમાવી દીધા હતા. 1991માં તેણે ભણવાનું છોડી દીધું હતું. વર્ષ 2008 માં આખરે તેના સપનાને સાકાર કરવા અને જે ઇચ્છે છે તે કરવા આભાએ લખનૌમાં થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. જો કે, તે ઘણા નાટકોમાં ભાગ લઈ શકતી નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Abha-Sharma-during-her-theatre-days.webp)
વર્ષ 2009 માં, એકટ્રેસને શહેરમાં થઈ રહેલા ઓડિશન વિશે જાણ કરવામાં આવી હતી. તે બેંક ઓફ બરોડાની એડ માટે હતી. તેની સાથે બીજા બે લોકો પણ હતા, અને એક્ટ્રેસએ તેનું પ્રથમ ઓડિશન આપ્યું હતું. તેણે કહ્યું ''જો તમે કોઈ વસ્તુ માટે નિર્ધારિત છો, તો કંઈપણ તમને રોકી શકશે નહીં''. આભાએ તેનું પ્રથમ ઓડિશન ક્રેક કર્યું અને થોડી જ વારમાં તે એડમાં સેટ પર મુંબઈમાં મળી હતી.
આ પણ વાંચો: Kota Factory Season 3 Trailer : કોટા ફેક્ટરી સીઝન 3 ટ્રેલર, જીતુ ભૈયાએ કહ્યું ‘તૈયારી જ જીત છે! જુઓ ટ્રેલર
“હું અપેક્ષા રાખતો હતો કે 'મૈ મુંબઈ તો જા રાહી હુ પર ડિરેક્ટર બોલેગા ઇસસે કામ નહીં હોપાયેગા (હું મુંબઈ જાઉં છું પણ ડિરેક્ટર કદાચ મારું કામ મંજૂર નહીં કરે).' હું એકદમ નર્વસ અને ડરી ગઈ હતી. મને જે એડ આપવામાં આવી હતી તે ઘણી મોટી હતી. સેટ જોઈને હું ડરી ગઈ હતી. મારી બાજુમાં જે વ્યક્તિ બેઠેલો હતો, તે પણ એડનો ભાગ હતો, પરંતુ મેં મારો શોટ આપ્યા પછી, ડિરેક્ટરે મને કહ્યું, 'મા જી, આપ બહુત અચ્છા કર રહી હૈ'. હું ખુબ ખુશ હતી અને મારા બધા ડર દૂર થઈ ગયા.''
ટૂંક સમયમાં જ આભા શર્માને બે બાયોપિક્સ ઓફર કરવામાં આવી, જેમાંથી એક હાજિયાની હતી. બાદમાં, તેને પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર સ્ટારર ઇશકઝાદે (2012) માં ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. આભા શર્માએ કહ્યું, “હું પણ સુધીર મિશ્રાની એક ફિલ્મનો ભાગ હતી, રોલ ઘણો નાનો હતો, પરંતુ દિગ્દર્શક ખૂબ જ પ્રભાવિત થયા હતા.''
આ બધા પ્રોજેક્ટ્સ વચ્ચે, આભા શર્માએ પીપલી લાઈવ (2010) ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી હતી, જ્યાં તે સૌપ્રથમ તેના પંચાયતના સહ-અભિનેતા રઘુબીર યાદવને મળી હતી, પરંતુ અચાનક તબિયત ખરાબ થવાને કારણે તે તેના ભાગનું શૂટિંગ કરી શકી ન હતી, જે આખરે થયું હતું.
પેંડેમીક પછી, અનુરાગ શુક્લા શિવા જેમને આભા તેના થિયેટરમાં મળી હતી અને તે લખનૌમાં તેના ભાડૂત પણ છે, તેણે તેને પંચાયતમાં ભૂમિકા માટે ઓડિશન વિડિઓ ટેપ કરવા માટે સમજાવી હતી. આભા શર્મા, જે ત્યાં સુધી વેબ સિરીઝનો અર્થ સમજી શકતી ન હતી, તેણે તેમાં ભૂમિકા ભજવી. પંચાયતના સેટ પર 10 દિવસ સુધી રહેલી આભા શર્માએ પોતાનો અનુભવ યાદ કર્યો અને કહ્યું કે, “હું સીરિઝને લઈને થોડી શંકાશીલ હતી, પરંતુ સેટ પર પહોંચ્યા પછી મને વિશ્વાસ થઈ ગયો. મારા તમામ કો-સ્ટાર્સ, ડિરેક્ટર, મેકઅપ મેન, તેઓ બધા ખૂબ જ સહકારી હતા.
પંચાયતના બધા અન્ય સ્ટાર્સે મધ્યપ્રદેશમાં સેટ પર ભારે ગરમી વિશે ફરિયાદ કરી હતી, ત્યારે આભા શર્માએ કહ્યું હતું કે, “જો તમે કોઈ વસ્તુ પ્રત્યે ઉત્સાહી હોવ તો આમાંની કોઈ બાબત મહત્વની નથી. તે ચોક્કસપણે ત્યાં ખૂબ જ ગરમી હતી પરંતુ હું મારું શૂટ પૂર્ણ કરવા માટે મક્કમ હતી. મને વેબ સિરીઝમાં કામ કરવાનો અનુભવ ગમ્યો.”
આભા કહે છે કે તેને મોટાભાગે પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી અને તેને પોતાનો અભિનય કરવા દેવામાં આવ્યો હતો, તેણે એક રસપ્રદ કિસ્સો યાદ કર્યો જેમાં તે લગભગ એક સહાયક ડાયરેક્ટરને ડરાવી દીધા હતા. તેણીએ કહ્યું, "સિરીઝમાં એક સીન હતો જેમાં મારે એક ટેબ્લેટ ખાવાની હતી. હું જાણતી હતી કે મારે ટેબ્લેટ ખાવાની જરૂર નથી છતાં મેં એકટિંગ સમયે ખાધી હતી, જેથી સહાયક ડાયરેક્ટરથી ચિંતિત હતો. તેણે મને પૂછ્યું, 'શું તમે ટેબ્લેટ ખરેખર ખાધી' ત્યારે મે ના પાડીને એને હાથમાં ટેબલ્ટ આપી હતી. અને તે ખૂબ પ્રભાવિત થયો. અમે સેટ પર ખૂબ જ મસ્તી કરી હતી."
પોતાના સપનાને જીવવા માટે 54 વર્ષ રાહ જોનાર આભા શર્માએ યુવા પેઢી સાથે એક મહત્વપૂર્ણ મેસેજ શેર કર્યો હતો. તેણીએ કહ્યું, "જો તમે કોઈ પણ બાબત કરવામાં ઉત્સાહી હો, તો તેની પાછળ થોડી મહેનત કરો. હું ખરેખર આશા રાખું છું કે ભગવાન દરેક કલાકારને જે રીતે મને મદદ કરી છે તે રીતે મદદ કરશે.''
પંચાયત 3 માં આભા શર્માનો ડાયલોગ ''મન કુછ અચ્છા નહીં લગ રહા” ખુબજ વાયરલ થયો છે અને તેના ઘણા મીમ બન્યા છે, તે ટૂંક સમયમાં જ સંજય મિશ્રા અને મહિમા ચુધરી અભિનીત ફિલ્મ ''દુર્ગા પ્રસાદ કી દુસરી શાદી''માં જોવા મળશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us