Parineeti Chopara and Raghav Chadha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના નેતા રાઘવ ચઢ્ઢા 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને પગલે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી. આ પછી બંનેના લગ્ન અને સગાઇની ચર્ચાએ બજાર ગરમ કર્યું છે. મળતી માહિતી અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આગામી 10 એપ્રિલના રોજ સગાઇ કરશે.
આ અંગે જ્યારે પરિણીતી ચોપરાને દિલ્હી એરપોર્ટ ખાતે પૂછવામાં આવ્યું તો તે શરમાઇને ત્યાંથી નીકળી ગઇ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પરણિતી ચોપરા લાલ રંગના લોન્ગ સ્વેટરમાં તેમજ બ્લેક લેધર પેટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ આઉટફિટને બ્લેક બૂટ સાથે ટીમઅપ કરાવ્યું હતું.
બોલિવૂડ પૈપરાઝી વિરલ ભાયાણીની માનીએ તો પરિણીતી અને રાઘવ 10 એપ્રિલના રોજ દિલ્હીમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે સગાઇ કરશે. આગામી દિવસોમાં કપલ સગાઇ કરીને એકબીજાના થઇ જશે. પરિણીતી અને રાઘવ એકબીજાના પ્રેમમાં કંઇ રીતે પડ્યા અને તેમની લવસ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ? તે જાણવા માટે આતુર છે. ત્યારે હવે આ તમામ સવાલનો જવાબ જાણવા આ અહેવાલ વાંચો.
આ પણ વાંચો: મલાઇકા અરોરાનો ખુલાસો! અર્જુન કપૂર સાથે બીજા લગ્ન કરવા અંગે વિચારી રહી છે, પરંતુ…
મળતી માહિતી અનુસાર પરિણીતી અને રાઘવની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. પરિણીતી ચોપરા એ વખતે પંજાબમાં શૂટિંગ કરી રહી હતી. જોકે, પરિણીતી અને રાઘવ ક્યારથી રિલેશનશીપમાં છે તેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ એવું લાગે છે કે વાત લગ્ન સુધી પહોંચી છે એટલે તેઓ ઓછામાં ઓછા છ મહિનાથી તો સાથે હશે જ.





