Parineeti Chopra | અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે. આજે હિન્દી સિનેમાની જાણીતી એકટ્રેસ પોતાનો 35 મો બર્થડે ઉજવી રહી છે. પરિણીતિનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. પરિણીતીએ પોતાની કારકિર્દી પીઆર મેનેજર તરીકે શરૂ કરી હતી. પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન લાગે છે. પરિણીતી ચોપરા જન્મદિવસ પર અહીં સેલિબ્રિટી સિરીઝમાં એકટ્રેસ વિશે વધુમાં જાણો
પરિણીતી ચોપરા કરિયર (Parineeti Chopra Career)
પરિણીતી ચોપરાએ પીઆર મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પરિણીતીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેત્રી તરીકે નથી કરી, પરંતુ શરૂઆતમાં તેણે ‘બેન્ડ બાજા બારાત’ જેવી ઘણી હિટ ફિલ્મો માટે પીઆર સહાયક તરીકે કામ કર્યું હતું. આ પછી પરિણીતીએ 2011માં ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’થી સપોર્ટિંગ એક્ટર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેના શાનદાર અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી પરિણીતી ફિલ્મ ‘ઈશકઝાદે’માં લીડ રોલમાં જોવા મળી હતી.
પરિણીતી ચોપરાને સિંગિંગનો પણ શોખ છે. તેણે પોતાની ફિલ્મોમાં ઘણી વખત ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. વર્ષ 2017 તેની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ ના ટાઈટલ ટ્રેક ‘માના કે હમ યાર નહીં’ માટે પોતાનો અવાજ આપ્યો હતો. આ પછી પરિણીતીએ ‘તેરી મિટ્ટી’, ‘મતલબી યારિયાં’ જેવા ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો.
પરિણીતી ચોપરા નેટવર્થ (Parineeti Chopra Net Worth)
પરિણીતી ચોપરાની કુલ સંપત્તિની વાત કરીએ તો તે 60 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો, રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. પરિણીતી ચોપરા ઘણી હર્બલ સ્કિન અને હેર કેર બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરે છે. તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે. આ સિવાય તે અનેક પ્રકારના સામાજિક કાર્યોમાં પણ આગળ છે.
આ પણ વાંચો: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીનું નિવેદન,’હું નવેમ્બરમાં લોરેન્સ બિશ્નોઈને મળીશ’
પરિણીતી ચોપરા હસબન્ડ (Parineeti Chopra Husband)
પરિણીતી ચોપરાએ સાંસદ રાઘવ ચઢ્ઢાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 13 મે, 2023ના રોજ AAP નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. તે જ વર્ષે, 24 સપ્ટેમ્બર 2023 ના રોજ, બંનેએ ઉદયપુરમાં પરંપરાગત રીત રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.
પરિણીતી ચોપરા મૂવીઝ (Parineeti Chopra Movies)
પરિણીતી ચોપરાએ આ ફિલ્મો દ્વારા પ્રશંસકોના દિલમાં જગ્યા બનાવી છે. પરિણીતી તેની ફિલ્મોમાં શાનદાર અભિનયને કારણે તેના ચાહકોને પસંદ કરે છે. પરિણીતી ચોપરા આ વર્ષની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંઝ જોવા મળ્યો હતો. અમર સિંહ ચમકીલાનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું હતું





