બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. પરિણીતી ચોપરાએ આપ નેતા રાઘવ ચઢ્ઢા સંગ સગાઇ કરી લીધી છે અને હવે આ કપલ તેમના મેરેજને લઇને પુરજોશમાં ચર્ચામાં છે. આ દરમિયાન પરિણીતી ચોપરા તેના ફિયાન્સ રાઘવ ચઢ્ઢા સાથે અમૃતસર પહોંચી હતી. જ્યાં યુગલે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી ચાહકો તેમના વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ગુરુદ્વારામાં સેવા આપતા જોઇ શકાય છે. આ બંને ગુરુદ્વારામાં વાસણો ધોઈ રહ્યા છે. આ કપલની સાદગી અને ઉદારતા જોઈને ચાહકો પણ તેમના વખાણ કરતા થાકતા નથી. બંને સામાન્ય લોકોની જેમ વાસણો ધોતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. બોલિવૂડ સ્ટાર પરિણીતીની આ સ્ટાઈલ જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. તે જ સમયે ઉચ્ચ સુરક્ષામાં ફરતા AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ પોતાની સાદગીથી બધાના દિલ જીતી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતી અને રાઘવ બંને પંજાબી પરિવારમાંથી આવે છે. બંનેએ આ વર્ષે 13 મેના રોજ સગાઈ કરી હતી. અહેવાલો છે કે આ કપલ આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે લગ્ન કરી શકે છે.





