Parineeti Chopra Raghav Chadha : બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપ નેતા રાધવ ચઢ્ઢા પોતાના ખાસ સંબંધોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ યુગલે 13 મેના રોજ સગાઇ રિલેશનશીપ પર સત્તાવાર મુહર લગાડી દીધી હતા. હવે ચાહકો આ કપલ ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. સમાચાર આવી રહ્યા છે કે પરિણીતી અને રાઘવના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
સગાઈ પછી પરિણીતીના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે વહેલી તકે રાઘવની દુલ્હન બને. લાગે છે કે તેમની રાહનો અંત આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આ વર્ષે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. જો કે લગ્નની તારીખને લઈને કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.
રિપોર્ટ્સ અનુસાર લગ્નના લગભગ 10 દિવસ પહેલા કપલ તમામ તૈયારીઓ શરૂ કરી દેશે. સાથે જ તેમના લગ્ન પણ ભવ્ય રીતે થશે. લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત ખાસ મિત્રો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવશે.
એવી પણ ચર્ચા છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે. તેની કેટલીક તસવીરો સામે આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાની જેમ પરિણીતી પણ શાહી અંદાજમાં લગ્ન કરશે. મહત્વનું છે કે, આ પહેલા બોલિવૂડની ઘણી દિગ્ગજ સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોમાં ભવ્યતિભવ્ય લગ્ન કરી ચૂક્યાં છે. જેમાં કેટવિકી, કિયારા-સિદ્ધાર્થ વગેરે.
નોંધનીય છે કે, પરિણીતી અને રાઘવ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. આ કપલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. જો કે, ત્યારે તેઓ રિલેશનશિપમાં નહોતા. તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટ પરથી શરૂ થઈ હતી. ત્યારે રાઘવ એક મિત્ર તરીકે અભિનેત્રીને મળવા ગયો હતો. આ પછી તેમની મુલાકાતોનો સિલસિલો વધતો ગયો. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, કપલે 13 મેના રોજ તેમને સગાઈ કરી.





