Parineeti Raghav Wedding: Parineeti Raghav Wedding: બોલીવુડ અભિનેતા પરિણીતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવા જય રહ્યા છે. આ દંપતીએ તેમના લગ્ન પૂર્વેની સેરેમનીની શરૂઆત પ્રાર્થના સાથે કરી હતી, ત્યારબાદ દિલ્હીમાં સૂફી નાઈટ થઈ હતી. બંને ઈવેન્ટમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. પરિણીતી અને રાઘવની મે મહિનામાં સગાઈ થઈ હતી.
બ્રાઈડ અને ગ્રૂમ બંનેવ 22 સપ્ટેમ્બરે ઉદયપુર પહોંચ્યા હતા, અને એરપોર્ટ પર તેમના આગમન પર તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, યુગલ ઉદયપુરના લેક પિચોલા પાસે લગ્ન કરશે અને પરિણીતી અને તેના મહેમાનો લીલા પેલેસમાં રહેશે, જ્યારે રાઘવ અને તેનો પરિવાર તાજ લેક પેલેસમાં રહેશે. બારાત તાજ લેક પેલેસથી લીલા પેલેસ સુધી હોડી દ્વારા પિચોલા તળાવની મધ્યમાં મુસાફરી કરશે.
આ પણ વાંચો: Parineeti Raghav Wedding : પ્રિયંકા ચોપરા બહેનના લગ્નમાં હાજરી આપશે? સોશિયલ મીડિયા પોસ્ટ્સને લીધે અટકળો શરૂ
લગ્ન પહેલાના તહેવારોમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા હાજર રહ્યા હતા. અહેવાલ મુજબ, પ્રિયંકા અને તેની પુત્રી માલતી મેરી લગ્ન સમારોહમાં હાજરી આપશે. નિક જોનાસ, જે હાલમાં તેના પ્રવાસમાં વ્યસ્ત છે, તે લગ્નને છોડી શકે છે. પ્રિયંકા દિલ્હીમાં પરિણીતી-રાઘવની સગાઈ સમારોહમાં પણ હાજરી આપી હતી. આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થવાની આશા છે.
પરિણીતીએ સોશિયલ મીડિયા પર રાઘવ સાથેની તેની મીઠી લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. સગાઈ સેરેમનીના સપનાની તસવીરો શેર કરતા પરિણીતીએ લખ્યું, “હું જાણતી હતી કે, હું જે માણસને મળી તે સૌથી અદ્ભુત માણસ છે જેની શક્તિ, શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે, તેમનો સપોર્ટ, અન્ડરસ્ટેન્ડિંગ અને મિત્રતાને હું ઇન્જોય કરું છું. તે વ્યક્તિ મારું ઘર છે. રાજકુમારીની વાર્તાઓથી ડરતી નાની છોકરી તરીકે, મેં કલ્પના કરી હતી કે મારી પરીકથા કેવી રીતે શરૂ થશે. પણ તે શરૂ થઇ ગઈ છે તે મેં ધારી હતી તેના કરતાં પણ વધુ સારી છે.”





