બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh khan) અને દીપિકા પાદુકોણ (Deepika padukone) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ ક્યારે રિલીઝ (Pathaan release date)થશે તેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મના બે ગીત ‘બેશરમ રંગ’ અને ‘જુમે જો પઠાણ’ રિલીઝ થઇ ચૂક્યા છે. આ ગીતમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ઓનસ્ક્રીન દમદાર કેમેસ્ટ્રી પ્રશંસકોને ખુબ પસંદ આવી છે. ત્યારે ફેન્સ ‘પઠાણ’નું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઇ રહ્યા છે.
ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ટ્વીટર પર ‘પઠાણ’નું ટ્રેલર લીક થયું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ટ્વિટર પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, તે ‘પઠાણ’નું ટ્રેલર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: લતા મંગેશકર વિશ્વની 200 શ્રેષ્ઠ ગાયિકાઓમાં સામેલ
શાહરૂખ ખાનના એક પ્રશંસકે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, #pathaan Trailer Leaked!! અહીંથી ‘પઠાણ’નું ટ્રેલર લીક થવાની ચર્ચા શરૂ થઇ છે. જો કે આ આ વાયરલ વીડિયો ક્લિપની પુષ્ટી સત્તાવાર રીતે નહીં થઇ. આ વીડિયોમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ તેમજ જોન અબ્રાહમ એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ હિંદી, તમિલ તેમજ તેલુગુ ભાષામાં સિનેમાઘરમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રિલીઝ થાય તે સંબંધિત ઘણા વિવાદો સર્જાયા છે. આ બાદ સેન્સર બોર્ડે ફિલ્મ નિર્મતાઓને એક સીન બદલવાની હાંકલ કરી હતી.