શાહરૂખ ખાન (Shahrukh khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર‘ પઠાણ’ રિલીઝ થયા પહેલા વિવાદોમાં સપડાઇ છે. આ ફિલ્મનું એક ગીત ” બેશરમ રંગ..” થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું. રિલીઝ થતાં જ આ ગીતને લઈને આખા દેશમાં વિરોધ શરૂ થઇ ગયો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ ભગવા રંગની બિકીની પહેરી છે જેના લીધે આ મામલો વધારે ઉગ્ર બન્યો છે. આ વચ્ચે ફિલ્મ ‘પઠાણ’ (Pathan) ને લઇ મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
ફિલ્મ મેકર્સનો દાવો છે કે, આ ફિલ્મમાં દર્શકોને બહેતરની એક્શન દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મ ભારતની પહેલી ફિલ્મ બની રહેશે જે આઈસીઈ થિયેટર ફોર્મેટમાં રજૂ થશે. ફિલ્મ મેકર્સે જણાવ્યું હતું કે દર્શકોને ફિલ્મનો બહેતરીન અનુભવ કરાવવા અમે આ ટેકનિક અપનાવી છે. મહત્વનું છે કે, લોકો ફિલ્મ ‘પઠાણ’ની બહિષ્કારની માંગ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મના મેકર્સ આ ટેકનિક અપનાવી દર્શકોને ફિલ્મ જોવા માટે આકર્ષવા તેમજ ફિલ્મને હિટ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે જો આ ફિલ્મ સુપરહિટ જશે તો ફિલ્મનો વિરોધ કરનારાઓને મેકર્સ તરફથી જડબાતોડ જવાબ મળશે.
ફિલ્મ મેકર્સે અપનાવેલી ટેકનિક બાબતે વાત કરીએ તો આ લેટેસ્ટ ટેકનોલોજીમાં સાઈડ પેનલ્સ હોય છે, જે મુખ્ય સ્ક્રીન સાથે જોડાયેલ હોવાથી દર્શકોને ફિલ્મનો અદભૂત અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે આઈસીયુ થિયેટર ફોર્મેટમાં સાઈડ પેનલ્સ હોય છે જે મુખ્ય સ્ક્રીન સાથે જોડાયેલા હોય છે. જેથી ફિલ્મનો અનુભવ વધુ મજેદાર બને છે.
આ પણ વાંચો: Good bye 2022: આ વર્ષે ઓટીટી પર દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મોને પછાડી આ ફિલ્મોનો રહ્યો દબદબો
આંતરરાષ્ટ્રીય સ્તરે હોલીવુડની અનેક ફિલ્મો જેવી કે ‘ડોકટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવસ ઓફ મેડનેલ’, ‘ધી બેટમેન’ વગેરે ફિલ્મો આઈસીઈ ફોર્મેટમાં રિલીઝ થઈ ચૂકી છે. ‘પઠાણ’ બનાવનાર યશરાજ ફિલ્મ્સમાં ડિસ્ટ્રીબ્યૂશનના વાઈસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ ફોર્મેટની શરૂઆત દિલ્હી એનસીઆરમાં બે થિયેટરોની સાથે થઈ ચૂકી છે. આ ફોર્મેટમાં ‘અવતાર: ધી વે ઓફ વોટર’ રિલીઝ થઈ છે.