ઐશ્વર્યા રાય બચ્ચન અને સાઉથના સ્ટાર ચિયાન વિક્રમની ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સાઉથમાં હાઉસ ફૂલ સાથે સમગ્ર દેશમાં PS-2ના શો સફળતાથી ચાલી રહ્યા છે. કેટલાક થીયેટર્સમાં સલમાનની ફિલમ કિસી કા ભાઈ કિસી કી જાનના બદલે PS-2ને સ્ક્રિન આપવામાં આવ્યા છે. એકંદરે ભરપૂર સફળતાના માર્ગે ચાલી રહેલી આ ફિલ્મની કમાણી સતત વધારો થઇ રહ્યો છે. હવે એવા સમાચાર છે કે ‘પોન્નિયન સેલ્વન 2’ એ વિશ્વભરમાં 300 કરોડના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે.
28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન 2’ થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. જેના કારણે ‘પોન્નિયન સેલ્વન 2’ના કલેક્શનમાં પણ ઘણો ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાઇકા પ્રોડક્શને ટ્વિટ કરી માહિતી શેર કરી છે કે, પોન્નિયન સેલ્વન 2એ રિલીઝના 11માં દિવસે સોમવારે વર્લ્ડવાઇડ મગ્ર ભારતમાં રૂ. 4 કરોડની કમાણી કરી હતી, અને દેશમાં તેનું કુલ કલેક્શન રૂ. 156.5 કરોડ થયું હતું. ફિલ્મના બોક્સ ઓફિસ નંબરો જોયા પછી, વેપાર વિશ્લેષક મનોબાલા વિજયલાનીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પોન્નિયન સેલ્વાનનું BO પ્રદર્શન આટલું નબળું કેમ છે?”
વિશ્વભરમાં શાનદાર કમાણી કરનાર ‘પોનીયિન સેલ્વાન 2’ એ ભારતમાં દરેકનું દિલ જીતી લીધું છે. સકનિલ્કના અહેવાલ મુજબ, ડ્રામા પીરિયડ ‘પોન્નિયન સેલ્વન 2’ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 156 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. એટલું જ નહીં પીએસ-2ને જે રીતે પ્રેક્ષકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં આ આંકડો વધુ વધશે. મહત્વનું છે કે, પોન્નિયન સેલ્વન 2 એ કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલી સમાન નામની પાંચ ભાગની નવલકથા પર આધારિત છે. તે ઘણા વર્ષોથી મણિરત્નમ માટે પેશન પ્રોજેક્ટ છે.
દેશભરમાં પહેલા દિવસના એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મની 7.65 કરોડની ટિકિટ વેચાઈ છે. જો કે પોન્નિયન સેલ્વન 1નું કલેક્શન આના કરતાં વધારે સારું હતું. પીએસ-1ને રૂ. 16.72 કરોડનું કલેક્શન મળ્યું હતું. આમ, પહેલા દિવસના કલેક્શનમાં તે પ્રીક્વલ કરતાં રૂ.9.07 કરોડ પાછળ હતું. જો કે માઉથ પબ્લિસિટીના કારણે પોન્નિયન સેલ્વન 2નું ઓડિયન્સ વધતું રહ્યું અને તેણે પ્રીક્વલનો રેકોર્ડ તોડી નાખ્યો. મણિરત્નમે બનાવેલી ફિલ્મની આગેકૂચને જોતાં કેટલાક લોકોનું માનવું છે કે, રાજામૌલિની ફિલ્મ બાહુબલિ 2ના રેકોર્ડને પણ PS2 તોડી નાખે તો નવાઈ નહીં.