Kalki 2898 AD: પ્રભાસ ની કલ્કી 2898 એડી નું ટ્રેલર 10 જૂને લોન્ચ થશે, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Kalki 2898 AD Trailer Launch: કલ્કી 2898 એડી નું પોસ્ટર લોન્ચ થયું છે, જેમા પ્રભાસ પાવરફુલ લુકમાં દેખાય છે. મોટા સ્ટાર કાસ્ટ ધરાવતી કલ્કી 2898 એડી ફિલ્મનું ટ્રેલર 10 જૂને લોન્ચ થશે. જાણો થિયેટરમાં ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Written by Ajay Saroya
June 05, 2024 19:53 IST
Kalki 2898 AD: પ્રભાસ ની કલ્કી 2898 એડી નું ટ્રેલર 10 જૂને લોન્ચ થશે, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે
Kalki 2898 AD Release Date: કલ્કી 2898 એડી નું પોસ્ટર રિલીઝ થયુ છે. (Photo - @kalki2898ad)

Kalki 2898 AD Trailer Launch: બાહુબલી ફેમ પ્રભાસની કલ્કી 2898 એડી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પ્રભાસની અપકમિંગ મૂવી કલ્કી 2989 એડી ફિલ્મના ટ્રેલર વિશે ફિલ્મ ડિરેક્ટર નાગ અશ્વિને મોટા અપડેટ આપ્યા છે. આ બિગ બજેટ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ સહિત ઘણા મોટા ફિલ્મ સ્ટાર છે. જાણો કલ્કી 2898 એડી ફિલ્મ ક્યારે લોન્ચ થશે

કલ્કી 2898 એડી ફિલ્મનું ટ્રેલર 10 જૂને લોન્ચ થશે (Kalki 2898 AD Trailer Launch Date)

પ્રભાસની કલ્કી 2898 એડી ફિલ્મ જોવા દર્શકો પહેલાથી બહુ ઉત્સાહી છે. કલ્કી 2898 એડી ના ટ્રેલર વિશે મોટા અપડેટ આવ્યા છે. ફિલ્મ મેકર્સે અગાઉ કલ્કી 2898 એડી નું મુવી ટ્રેલર 7 જૂને રિલીઝ કરવાની ઘોષણા કરી હતી. જો કે ટ્રેલર રિલીઝ કરવાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે કલ્કી 2898 એડી ના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @Kalki2898AD પર ટ્રેલર વિશે મોટી જાણકારી આપવામાં આવી છે. એક પોસ્ટમાં જણાવ્યું છે કે, કલ્કી 2898 એડી નું ટ્રેલર 10 જૂને રિલીઝ થશે. આ પોસ્ટમાં લખ્યું છે – નવી દુનિયા રાહ જોઇ રહી છે. @Kalki2898AD ટ્રેલર 10 જૂને રિલીઝ થશે.

કલ્કી 2898 એડી બિગ બજેટ મૂવી (Kalki 2898 AD Movie Budget)

કલ્કી 2898 એડી મૂવી એક બિગ બજેટ ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રભાસની અપકમિંગ મૂવી 600 કરોડ રૂપિયામાં બની છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર નાગ અશ્વિન છે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન એક્શન થ્રિભર મૂવી છે. આ ફિલ્મ માટે જોર્ડજે સ્ટોઝિલિકોવિચ કેમેરા હેંડલ રહ્યા છે. કોટાગિરી વેંકટેશ્વર રાવે ફિલ્મના એડિટર અને સંતોષ નારાયમણ મ્યૂઝિક કંમ્પોઝર છે.

Kalki 2898 AD Poster Release | Kalki 2898 AD Trailer Release | prabhas kalki 2898 ad movie | Kalki 2898 AD release date
Kalki 2898 AD Release Date: કલ્કી 2898 એડી ફિલ્મમાં પ્રભાસ, બચ્ચન સહિત ઘણા મોટા કલાકાર છે. (Photo – @kalki2898ad)

કલ્કી 2898 એડી સ્ટાર કાસ્ટ (Kalki 2898 AD Star Cast)

કલ્કી 2898 એડી બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસ સહિત ઘણા મોટા કલાકાર છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, દિશા પટણી અને કમલ હસન સહિત ઘણા મોટા કલાકારો ફિલ્મમાં મોટી ભૂમિકામાં જોવા મળશે.

કલ્કી 2898 એડી ફિલ્મના પોસ્ટર અનુસાર પ્રભાસ આ મૂવીમાં ભૈરવ નામના વ્યક્તિના પાત્રમાં છે, જે ગામડાનો રહેવાસી છે. આ ફિલ્મમાં ભવિષ્યનો માહોલ દેખાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો | બિગ બોસ ઓટોટી 3 માટે અનિલ કપૂરને સલમાન ખાન કરતા 6 ગણી ઓછી ફી મળશે, રકમ જાણી ચોંકી જશો

કલ્કી 2898 એડી રિલીઝ તારીખ (Kalki 2898 AD Release Date)

કલ્કી 2898 એડી પ્રભાસ, બચ્ચન સહિત ઘણા ફિલ્મ બિગ સ્ટાર કાસ્ટર ધરાવતી બિગ બજેટ ફિલ્મ છે. કલ્દી 2898 એડી ફિલ્મ ચાલુ મહિને 27 જૂન, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ