42 વર્ષીય ઋષિ સુનકે રવિવારે કન્ઝર્વેટિવ પાર્ટીના પીએમ પદના ઉમેદવારની રેસમાં જીત મેળવી હતી. ભારતીય તરીકે બ્રિટનના વડાપ્રધાનની સત્તા સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય છે. તેમના પીએમ તરીકે ચૂંટાયા બાદ લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા લોકો આ અવસરને ગર્વની વાત કહી રહ્યા છે. મહાભારત ફેમ ગજેન્દ્ર ચૌહાણએ ટ્વીટ કરીને ખુશી વ્યક્તિ કરી છે.
ગજેન્દ્ર ચૌહાણે ટ્વીટમાં પૂછ્યું છે કે, ઔર કિતને અચ્છે દિન ચાહિયે. જેને લઇને યૂઝર્સ મજાક ઉડાવી રહ્યા છે. ગજેન્દ્ર ચૌહાણે લખ્યું છે કે, “અમેરિકામાં કમલા હેરિસ, બ્રિટનમાં ઋષિ સુનક, ભારતમાં નરેન્દ્ર મોદી. હજુ કેટલા સારા દિવસો જોઇએ? ભારત માતા કી જય. જે અંગે મયંક ભારદ્વાજે કોમેન્ટ કરી છે કે, “નોકરી કમલા હેરિસ આપશે, અર્થવ્યવસ્થા ઋષિ સુનક સંભાળશે, નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે હવે શું જરૂર છે.”
તો સપના હરિહરન નામના યુઝરે લખ્યું કે, “સૌથી પહેલા ઋષિ સુનક બ્રિટિશ નાગરિક છે. તેના માતા-પિતાનો જન્મ તજાનિયા અને કેન્યામાં થયો હતો. બીજું તે એક હિંદુ છે જેને બીફથી કોઈ સમસ્યા નથી તેમજ 2014 પહેલા પણ અમે ગર્વથી ભારત માતા કી જય કહ્યું હતું.
જ્યારે શહજાદ નામના યુઝરે લખ્યું કે, “તમે જ વિચારો કે વિદેશમાં બહુમતી લઘુમતીને કેટલું સન્માન આપે છે, માત્ર વડાપ્રધાન બનાવે છે અને આપણે અહીં હિંદુ-મુસ્લિમમાં વ્યસ્ત છીએ.”
ગૌતમ નામના યુઝરે લખ્યું કે, “કમલા હેરીશ તો સમજાય કારણ કે તે મૂળ ભારતના રહેવાસી છે, પરંતુ ઋષિ સુનકને ભારત દેશ સાથે કોઈ લેવાદેવા નથી, તેમ છતાં ભક્તો ગુણગાન કરતા ફરી રહ્યા છે. તેમના પિતા આફ્રિકામાં રહેતા હતા અને બાદમાં તેઓ લંડન ગયા હતા જ્યાં તેમનો જન્મ થયો હતો. દાદા પાકિસ્તાનના હતા. તેમનો ખત્રી પરિવાર વેપાર સાથે જોડાયેલા હતા.
કુમાર વિશ્વાસે પણ ઋષિ સુનકના પીએમ બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું, “હા અમે દેશી છીએ પણ દરેક દેશમાં છવાયેલા છીએ.” યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. કિશન સિંહે લખ્યું, “સુનક યુકેમાં પીએમ બનવા માટે સક્ષમ હતો કારણ કે ત્યાં ભારત જેવું કોઈ ક્ષુદ્ર રાજકારણ નથી. વિચારો કે જો યુકેમાં પણ વિદેશી મૂળના મુદ્દા પર વિપક્ષ વિરોધ પર ઉતર્યું હોત તો શુ સુનક પીએમ બનેત? મુદ્દો તો કોમન જ છે. બસ ફેર એટલો છે કે દેશ બદલાઇ છે.