ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ અંગે ઘણા ખુલાસા કર્યા હતા. પ્રિયંકા ચોપરાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા અવાજોને સશક્ત કર્યા છે કારણ કે, તેણે બોલીવુડમાંથી બહાર નીકળવાના મુખ્ય કારણ તરીકે ‘બીફ વિથ પીપલ’નો પોતાના અનુભવનો ખુલાસો કર્યો છે.
પ્રિયંકા ચોપરાનો ઘટસ્ફોટ
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે, તેણે શા માટે યુએસમાં કામ શોધવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, મને ઈન્ડસ્ટ્રીમાં એક ખૂણામાં ધકેલી દેવામાં આવી રહી હતી. મારી પાસે એવા લોકો હતા જેઓ કાસ્ટિંગ નહોતા કરતા. મને લોકો સાથે લોબી ગેમ કેવી રીતે રમવી તે નથી આવડતું. હું તે રમત રમવામાં સારી નહોતી અને તેથી હું રાજકારણથી કંટાળી ગઈ હતી અને મેં કહ્યું કે મારે બ્રેકની જરૂર છે. આ વખતે સંગીતે મને દુનિયાની બીજી બાજુ જવાની તક આપી. મને ફિલ્મોમાં રોલ મેળવવાની લાલચ નહોતી.
Indianexpress.com સાથેની એક મુલાકાતમાં, પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, પરિવર્તન આંતરિક રાજકારણને દૂર કરવાથી શરૂ થાય છે, જે ઘણીવાર ફિલ્મોમાં કાસ્ટિંગ નક્કી કરે છે.
‘હિન્દી ફિલ્મ ઉદ્યોગ કેટલો બદલાઈ ગયો છે’
‘મને લાગે છે કે તક અને યોગ્યતાની આસપાસ વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. હવે જ્યારે આપણે સ્ટ્રીમિંગની દુનિયામાં રહીએ છીએ, ત્યાં ઘણું બધું છે. છેલ્લા પાંચથી દસ વર્ષમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ કેટલો બદલાઈ ગયો છે. તમારી પાસે ઘણી બધી પ્રતિભાઓ છે – લેખકો, દિગ્દર્શકો, અભિનેતાઓ કે જેઓ ઉદ્યોગની બહારથી આવે છે. જ્યારે મેં પ્રથમ વખત શરૂઆત કરી હતી, ત્યારે એવું બિલકુલ નહોતું. તેથી મને લાગે છે કે, કાર્યસ્થળ પર હકારાત્મક વાતાવરણ હોવું જોઈએ, કે કાસ્ટિંગ એ ડિરેક્ટરનું કામ હોવું જોઈએ અને રાજકારણ અને નાટક નહીં’.
પ્રિયંકાના આ નિવેદન બાદ સિનેમા જગતના અનેક સેલેબ્સ તેના સપોર્ટમાં મેદાનમાં ઉતરી આવ્યા છે. જેમાં અમાલ મલિક, વિવેક ઓબ્રોય વગેરેનો સમાવેશ થાય છે.
લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા હવે સ્ક્રિન પર પરત ફરી રહી
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા હવે સ્ક્રિન પર પરત ફરી રહી છે. પ્રિંયકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી લગ્ન, બાળક અને પરિવારમાં વ્યસ્ત હતી. ત્યારે હવે અભિનેત્રી હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’માં ચમકશે. આ મોટા બજેટની વેબ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયોની સૌથી મોંઘી વેબ સીરિઝ હોવાનું કહેવાય છે, જેનું બજેટ તમારા હોશ ઉડાવી દેશે.
આ પણ વાંચો: ધ કપિલ શર્મા શોમાં પોતાની ગેરહાજરી અંગે ખુદ કૃષ્ણા અભિષેકે જણાવ્યું કારણ
વેબ સીરિઝ ‘સિટાડેલ’નું બજેટ જાણીને હોશ ઉડી જશે
પ્રાપ્ત વિગત અનુસાર, પ્રિયંકા ચોપરા સ્ટારર વેબ સીરિઝ ‘સિટાડેલ’નું બજેટ 200 કરોડથી વધુ છે. જે ભારતીય ચલણમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે. આ બજેટમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સની 10 ફિલ્મો બની શકે છે.