બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા તેના આગામી હોલિવૂડ પ્રોજેક્ટ ‘લવ અગેઇન’ના પ્રીમિયર અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે ગઇકાલ ગુરૂવારે રાત્રે પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્ક સ્થિત તેના રેસ્ટોરન્ટમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા. પ્રિયંકા ચોપરાએ તેની કેટલીક તસવીરો શેર કરી સુંદર કેપ્શન આપ્યું છે.
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ફેમિલી….દરેક જે સપોર્ટ કરવા આવ્યા હતા. આઇ લવ યું…તમારા વિના આ શક્ય નથી. ❤️🙏🏽🧿 @loveagainmovie #afterparty @sonanewyork 📸: @nicolasgerardin.” પ્રિયંકા ચોપરાની મેનેજર કમ મિત્ર અંજૂલા આચાર્યએ પણ આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, બધાઇ હો.@priyankachopra @samheughan. આગામી સપ્તાહમાં લવ અગેન સિનેમાઘરોમાં. આ મજેદાર રોમકોમ 💖 📸 @nicolasgerardin બહુ પસંદ આવ્યું.
પ્રિંયકાની પાર્ટીમાં ડીજે એસઝેડ નૈના, જેમણે સોનામાં સંગીત વગાડ્યું, તેણે રાત્રિના કેટલાક અંદરના વીડિયો શેર કર્યા હતા. જેમાં મહેમાનોને બોલિવૂડ ફિલ્મ દિલ ધડકને દોના પ્રિયંકા ચોપરાના ગીત ‘ગલન ગુડિયાં’ પર નાચતા જોવા મળ્યા.
નોંધનીય છે કે, અભિનેતા રાજકુમાર રાવ પણ હાલ ન્યૂયોર્ક છે. જ્યાં તેમણે પ્રિયંકા અને હ્યૂગન અભિનીત ફિલ્મ લવ અગેન જોઇ. આ પછી પ્રિયંકા ચોપરા સાથે એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “#LoveAgain માટે @priyankachopra અભિનંદન. કેટલાક સારા પ્રદર્શન સાથે આ મધુર, રમુજી રોમેન્ટિક કોમેડીનો આનંદ માણ્યો તેમજ હંમેશાની જેમ મારી મિત્ર શાનદાર હતી. ન્યૂયોર્કમાં 2લવ અગેઇન ફિલ્મના સ્ક્રીનિંગ માટે મને આમંત્રિત કરવા બદલ આભાર.”