બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા મેટ ગાલા 2023માં બ્લેક એન્ડ વ્હાઇટ કલરના આઉટફિટ સાથે ગળામાં ખુબ જ અનોખા ડાયમંડ નેકલેસ પહેરેલી જોવા મળી હતી. જે પ્રિયંકાના લૂકની શાન વધારી રહ્યો હતો. શું તમે જાણો છો આ ડાયમંડ નેકલેસની કિંમત કેટલી છે અને કોણે ડિઝાઇન કર્યો છે? આવો જાણીએ નેકલેસની કિંમત. જે જાણીને તમારા હોશ ઉડી જશે.
એક રિપોર્ટ અનુસાર મેટ ગાલા ઈવેન્ટ પ્રિયંકા ચોપરાએ તેના ગળામાં 11.6 કેરેટનો ડાયમંડ પહેર્યો હતો અને આ નેકલેસ બુલ્ગારીએ ડિઝાઇન કર્યો હતો. ગ્લોબલ આઈકને મેટ ગાલા 2023માં 11.6-કેરેટનો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ નિવેદનનો પીસ બલ્ગારીનો હતો. વાયરલ થઈ રહેલી ટ્વિટ અનુસાર, પ્રિયંકાના નેકપીસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 204 કરોડ રૂપિયા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “મેટ ગાલા પછી પ્રિયંકા ચોપરાના USD 25 મિલિયન બલ્ગારી ઓફિશિયલ નેકલેસની હરાજી કરવામાં આવશે.”
રસપ્રદ વાત એ છે કે, જ્યારે પ્રિયંકા બોલ્ડ ગાઉનમાં ગાલા ઈવેન્ટમાં પ્રવેશી ત્યારે તેનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિનેત્રીની સાથે તેના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ પણ હતા. પ્રિયંકા તેના પ્રિય પતિનો હાથ પકડીને ગાલા પર પહોંચી. આ દરમિયાન, કપલે સાથે મળીને રેડ કાર્પેટ પર પેપ્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રિયંકા તેની તાજેતરમાં રિલીઝ થયેલી અમેરિકન વેબ સિરીઝ ‘સિટાડેલ’ માટે હેડલાઇન્સમાં છે. પ્રિયંકાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘લવ અગેન’ પણ આ મહિને રિલીઝ થઈ રહી છે. જેનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. આ સિવાય તે ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.