વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા લાંબા સમય બાદ ભારત પરત ફરી છે. મહત્વનું છે કે, પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000માં મિસ વલર્ડનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેને વિશ્વભરમાં એક ઓળખ મળી. પરંતુ હાલ મિસ વલર્ડનો ખિતાબ જીત્યાના 22 વર્ષ બાદ તેને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. મિસ વલર્ડના ખિતાબને લઇ લોકો થોકબંધ સવાલો કરી રહ્યા છે. ત્યારે પૂર્વ મિસ બારબાડોસ લીલાની મૈકકોનએ આરોપ લગાવ્યો છે કે, પ્રિયંકાને મિસ વલર્ડ બનાવવી એ પહેલેથી નક્કી જ હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં મિસ વલર્ડ પેજેંટ વખતે લીલાની મૈકકોન પ્રિયંકા ચોપરા સાથે સ્પર્ધામાં હતી. લીલાની મૈકકોન અંગે વાત કરીએ તો તે એક યૂટ્યૂબર છે, તે એક ચેનલ પણ ચલાવે છે. ત્યારે આટલા વર્ષો વીત્યા બાદ પ્રિંયકા ચોપરાના મિસ વલર્ડ જીતવાને લઇ લીલાનીએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. લીલાનીના સંદર્ભે ઇન્ડિયન સ્પોન્સરએ પીસીની જીત ફિક્સ કરી હોવાનો તેણે આરોપ લગાવ્યો છે.
હકીકતમાં લીલાનીએ તેની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે મિસ વલર્ડ 2000માં જે સ્પોન્સર્સ હતા, તેમાંથી એક ભારતીય સ્પોન્સર પણ સામેલ હતા તેમ કહેતા સંભળાય છે. આ સાથે તે વીડિયોમાં કહે છે કે, એ ભારતીય સ્પોન્સરે પ્રિયંકાને ફેવર કર્યું હતું. આ ઉપરાંત વીડિયોમાં લીલાની મૈકકોનએ એ પણ દાવો કર્યો છે કે, આ પહેલાં પણ મિસ વલર્ડ ભારતમાંથી બની હતી.
મિસ બારબાડોસએ પ્રિયંકા ચોપરાને આપેલી ટ્રીટમેંટ અંગે કહ્યું હતું કે, તેમના ખાવા-પીવાની ખાસ તકેદારી રાખવામાં આવતી હતી. પ્રિયંકાને જમવાનું તેના રૂમમાં જ આપવામાં આવતું હતું. જ્યારે અન્ય પ્રતિભાગીઓને ભોજન માટે એક લોકેશન પર જવું પડતું હતું.
મિસ બારબાડોસે એ પ આરોપ લગાવ્યો છે કે તેમનો ડ્રેસ સારો બનાવવામાં આવ્યો હતો. જે ડિઝાઇનરે પ્રિયંકાનો ડ્રેસ તૈયાર કર્યો હતો તે જ ડિઝાઇનરે બાકીની પ્રતિભાગીઓનો પણ ડ્રેસ કર્યો હતો. પરંતુ તે પ્રિયંકાના ડ્રેસની તુલનાએ અન્ય ડ્રેસ સારા ન બનાવ્યા હતા.
લીલાનીએ વધુમાં કહ્યું હતું કે, જીત પહેલા બીચ પર એક ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. જ્યાં માત્ર પ્રિયંકા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રિંયકાનું જ ફોટોશૂટ કરાયું હતુ.