બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજે 1 ડિસેમ્બરના રોજ ચોથી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારે આ વર્ષની ખાસ વાત એ છે કે, આ વખતે કપલ તેની પુત્રી માલતી મૈરી ચોપરા સાથે તેની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 1 ડિસેમ્બર 2018માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાય હતા.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમેદ ભવનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ કપલે પહેલા ક્રિશ્વિયન ધર્મ ત્યારબાદ હિંદૂ રીતિ-રીવાજો અનુસાર સપ્તપદીના વચન લીધા હતા. આ પ્રસંગે અભિનેત્રીએ લાલ રંગના ઘરચોળામાં હેવી જ્વેલરી સાથે શણગાર કર્યો હતો. જ્યારે ક્રિશ્વિયન ધર્મ અનુસાર લગ્ન કરતી વખતે અભિનેત્રીએ વ્હાઇટ શિમર લેસ ગાઉનમાં નજર આવી હતી.જેને રાલ્ફ લોરેને ડિઝાઇન કર્યું હતું.
આ ગાઉન 1,826 કલાક બાદ બનીને તૈયાર થયું હતું. પ્રિયંકાના વેડિંગ ગાઉનની વિશેષતા એ છે કે, તેના પર નિક જોનસ અને પેરેન્ટસનું નામ લખવામાં આવ્યું હતુ. આ સાથે ગાઉનમાં 23 લાખ 80 હજાર જેટલા મોતી લગાવવામાં આવ્યા હતા. તેમજ આ ગાઉન સાથે પ્રિયંકા જે દુપટ્ટો નાંખ્યો હતો તે 75 ફિટ લાંબો હતો.

ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા બાદ દંપતીએ 2 ડિસેમ્બરના રોજ હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા. આ પ્રસંગે પીસીએ પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીનો લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. સબ્યસાચીએ આ લહેંગા વિશે જણાવ્યું હતું કે, તેને બનાવવા માટે કોલકાતાના 110 કારીગરોએ કામ કર્યું હતું. એટલું જ નહીં આ લહેંગાને બનાવવામાં 3,720 કલાકનો સમય લાગ્યો હતો.જ્યારે નિક ગોલ્ડન કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો.