Siddharth Chopra Engaged : પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સંગ સગાઇ કરી, જુઓ ફોટા

Siddharth Chopra Engaged : ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થ ટૂંક સમયમાં લગ્ન કરશે. હાલમાં સિદ્ધાર્થ ચોપરાએ નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
Updated : April 03, 2024 11:56 IST
Siddharth Chopra Engaged : પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સંગ સગાઇ કરી, જુઓ ફોટા
Siddharth Chopra Engaged :પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સંગ સગાઇ કરી, જુઓ અનસીન ફોટા (neelam upadhyay Instagram)

Siddharth chopra Engaged to Neelam Upadhyay photos : ગ્લોબલ આઇકોન પ્રિંયકા ચોપરાના ભાઇ અને બિઝનેસ સિદ્ધાર્થ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. સિદ્ધાર્થ ચોપરાએ અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ કરી લીધી છે. દેશી ગર્લે સિદ્ધાર્થ અને નીલમની સગાઇની તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા.

સિદ્ધાર્થ ચોપરા અન નીલમ ઉપાધ્યાયે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સગાઇની તસવીરો શેર કરી છે. નીલમ ઉપાધ્યાય દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ છે. તેને વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નીલમ ઉપાધ્યાય એક્શન થ્રીડી, ઉન્નોડુ, ઓરૂનાલ અને ઓમ શાંતિ ઓમ જેવી કેટલીક સાઉથ મુવીમાં જોવા મળી હતી.

Priyanka Chopra Brother Siddharth Enngaged | Siddharth chopra engaged | Siddharth Chopra fiance | Siddharth chopra fiance name
Siddharth Chopra Engagement photo : સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયની સગાઇની તસવીર

આ પણ વાંચો : Prabhu Deva : ડાન્સની દુનિયાના કિંગ પ્રભુ દેવા અને નયનતારાની અધૂરી પ્રેમ કહાની, એક્ટ્રેસ પ્રેમમાં ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી?

આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધાર્થના લગ્નની વાતો હેડલાઇન્સમાં રહ્યા છે. સિદ્ધર્થે કનિકા માથુર લગ્ન કર્યા હતા, જે 2015માં રદ્દ થયા હતા. આ પછી સિદ્ધાર્થ ચોપરાએ ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંને લગ્ન કરવાના હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ