Project K | પ્રોજેક્ટ કે પ્રભાસ ફર્સ્ટ લુક થયો ટ્રોલ, કોમેન્ટ્સ કરી ફેન્સે લીધી મજા

Prabhas Project K Movie first look: પ્રભાસ અપકમિંગ મુવી પ્રોજેક્ટ કે ફર્સ્ટ લુક જાહેર કરાયો છે. જોકે પ્રભાસનો ફર્સ્ટ લુક ભારે ટ્રોલ થઇ રહ્યો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો જે ફેન્સને પસંદ આવ્યો હતો. પ્રભાસ ઉપરાંત આ મુવીમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન સહિત સ્ટાર કાસ્ટ છે.

Written by mansi bhuva
Updated : July 20, 2023 16:04 IST
Project K | પ્રોજેક્ટ કે પ્રભાસ ફર્સ્ટ લુક થયો ટ્રોલ, કોમેન્ટ્સ કરી ફેન્સે લીધી મજા
પ્રોજેક્ટ કેમાં પ્રભાસનો ફર્સ્ટ લૂક લોકોને પસંદ ના આવ્યો

Project K Movie Prabhas First Look: બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ અભિનિત પ્રોજેક્ટ K ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દીપિકા પાદુકોણ બાદ ફિલ્મ મેકર્સે હવે પ્રભાસનો લૂક રિવેલ કર્યો છે. જો કે આ ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટની પ્રથમ ઝલક 21 તારીખનાં જાહેર થશે. જો કે દીપિકા પાદુકોણનાં લૂકને જોઈને તો ફેન્સ નિરાશ થયાં હતાં. પ્રભાસના લૂકને જોઈને ફેન્સ અભિનેતાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પોસ્ટરમાં પ્રભાસ સુપરહીરો લાગી રહ્યો છે, પરંતુ લોકોને આ પોસ્ટર કંઇ ખાસ પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા યૂઝર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, આ પોસ્ટર ઘટિયા ફોટોશોપ છે. તો અન્ય યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, આયરન મેનની કોપી છે. તો અમુક લોકોએ કોમેન્ટ કરી છે કે, આનાથી સારું ફોટોશોપ તો પોતે જ કરી લે. પ્રભાસનો નવો લૂક મેકર્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

વૈજયંતી મૂવીઝનાં ટ્વિટર હેન્ડલ પર શેર કરેલ પોસ્ટરમાં પ્રભાસનાં લાંબા વાળ અને આંખોમાં તેજ જોવા મળી રહ્યો છે. સૂટમાં નજર આવી રહેલા સૂપરહીરો પ્રભાસ પોતાના ફર્સ્ટ પોસ્ટરમાં ઘણાં સ્ટનિંગ દેખાઈ રહ્યાં છે. મેકર્સે તેમના લૂકને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે હવે હીરોનો ઉદય થઈ ચૂક્યો છે અને ગેમ બદલાઈ ગઈ છે. આ પ્રોજેક્ટથી રિબેલ સ્ટાર પ્રભાસ છે.

આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે જેનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતા એકટર પ્રભાસે કેપ્શનમાં લખ્યું કે, ‘આ રહ્યો પ્રોજેક્ટ Kનો ફર્સ્ટ લુક. આશા છે કે તમને ગમશે. ફિલ્મની પહેલી ઝલક 20 જુલાઈ અને 21 જુલાઈએ જોવા મળશે.’ ફિલ્મની એક ઝલક દુબઈમાં પણ બતાવવામાં આવશે. તેથી જ અહીં દુબઈ અને ભારતના વખાણ કરવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ