માતા-પિતા માટે પોતાના બાળકો ખુબ તરક્કી કરે અને દેશનું નામ રોશન કરે તે ગૌરવની વાત કહેવાય. આવી ક્ષણ એક્ટર આર માધવનના જીવનમાં આવી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર આર માધવન સાઉથી લઇને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. આર માધવનના દીકરા વેદાંત માધવને એકવાર ફરી તેના પિતા અને દેશને ગૌરવની ક્ષણ આપી છે. આર માધવને ટ્વીટ કરીને પોતાના દીકરાની સિદ્ધી અંગે જણાવ્યું છે.

આર માધવને હાલમાં જ એક ટ્વિટ કરીને પોતાના દીકરાની પ્રશંસા કરી છે. એક્ટરે જણાવ્યું કે, પોતાના દીકરાએ એકવાર ફરી દેશનું નામ રોશન કર્યુ છે અને મલેશિયાઈ ચેમ્પિયનશિપમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યાં છે. પોતાની ખુશીને શેર કરતાં એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘ભગવાનની કૃપા અને તમારા સૌની શુભકામનાઓની સાથે, વેદાંતને ભારત માટે 5 ગોલ્ડ (50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર, અને 1500 મીટર) 2 પીબીની સાથે મળ્યાં.
કુઆલાલંપુરમાં આ અઠવાડિયાના અંતમાં આયોજીત મલેશિયાઈ invitational age group ચેમ્પિયનશીપમાં આ મેડલ જીત્યાં. હું ઉત્સાહિત અને ખૂબ જ આભારી છું.’ આર માધવનનો દીકરો વેદાંત રાષ્ટ્રીય સ્તરના સ્વિમર છે. તે પહેલાં પણ ઘણીવાર ભારત દેશનું નામ રોશન કરી ચુક્યાં છે. આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીત્યું હતું. આ સિવાય પણ તે ઘણીવાર મેડલ જીતી ચુક્યો છે.

આ પણ વાંચો: સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન અને કિયારા અડવાણી રૂપેરી પડદે રોમાન્સ કરશે
માધવન પોતાના દીકરા વેદાંતના સૌથી મોટા ચીયરલીડર રહ્યા છે. એક્ટર પણ પ્રાઉડ ડેડી ફીલ કરે છે અને હંમેશા ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરતા રહે છે.