રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ફરી સાથે જોવા મળ્યા, આ દિવસે દિલ્હીમાં થશે સગાઈ, તૈયારીઓ જોરશોરમાં

Raghav-Parineeti: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના રોમાંસના સમાચાર હવે સર્વત્ર ફેલાઈ ગયા છે. બંનેએ લગ્ન અંગે મૌન સેવી લીધું છે.

Written by mansi bhuva
May 10, 2023 07:50 IST
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ફરી સાથે જોવા મળ્યા, આ દિવસે દિલ્હીમાં થશે સગાઈ, તૈયારીઓ જોરશોરમાં
આપને નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા

હાલ બોલિવૂડમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. પહેલા સિદ્ધાર્થ-કિયારાએ ફેબ્રુઆરી 2023માં જેસલમેર ખાતે સૂર્યગઢ પેલેસમાં શાનદાર લગ્ન કર્યા. હવે બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા પર આગામી 13 મે ના રોજ દિલ્હી ખાતે સગાઇ કરી રહ્યા છે. ત્યારે બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને સગાઈની તૈયારી માટે દિલ્હી જવા રવાના થયા હતા. આ પછી તેઓને દિલ્હી એરપોર્ટ પર પણ પૈપરાઝીએ ઘેરી લીધા હતા અને સવાલ પૂછ્યો કે, લગ્નમાં અમને બોલાવાના છે?

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા થઈ રહી છે. ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે અને ઈચ્છે છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કપલ વર્ષ 2023 માં જ લગ્ન કરી શકે છે. સગાઈ સેરેમની વિશે વાત કરીએ તો, તેમાં કેટલાક ખાસ મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે. બંનેએ તેમના ખાસ દિવસે લગભગ 150 નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રણ આપ્યું છે.

બંને લાંબા સમય સુધી મીડિયા સાથે વાતચીત કરે છે, ત્યારે તેઓ લગ્નના વિશે આ સવાલની અવગણના કરતા જોવા મળે છે અથવા તો આ સવાલ પર ગોળ ગોળ જવાબો આપે છે. પરંતુ સગાઈ બાદ કપલના ફેન્સ તેમને એક જ સવાલ પૂછવા જઈ રહ્યા છે કે તેઓ લગ્ન ક્યારે કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા છેલ્લે વર્ષ 2022માં આવેલી ફિલ્મ ઉંચાઈમાં જોવા મળી હતી. અત્યારે તે ચમકીલા અને કેપ્સ્યુલ ગિલ જેવી ફિલ્મોનો ભાગ છે.

આ પણ વાંચો: આલિયા ભટ્ટ, રણબીર કપૂર સફળ થયા કારણ કે તેઓ વાસ્તવિક એક્ટર છે, પિયુષ મિશ્રાએ ભત્રીજાવાદનો બચાવ કર્યો

તાજેતરમાં પરિણીતી અને રાઘવ મોહાલી સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા બાદ બંનેની સગાઈની અફવાઓએ જોર પકડ્યું હતું. પરિણીતી પણ રાઘવના ખભા પર ઝૂકીને તેની વીંટી બતાવતી જોવા મળી હતી. તેમની કેમિસ્ટ્રી ટૂંક સમયમાં જ કેમેરામાં કેદ થઈ ગઈ અને વીડિયો ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. ભીડમાં રહેલા લોકો પરિણીતીને ‘ભાભી’ કહીને બોલાવતા હતા, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. તે શરમાળ રોકી ન શકી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ