Raghav Juyal Birthday : આજે 10 જુલાઇના રોજ ‘સ્લો મોશન કિંગ’ રાઘવ જુયાલનો જન્મદિવસ છે. એક જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર હોવા ઉપરાંત, રાઘવ એક ટીવી હોસ્ટ અને અજોડ અભિનેતા પણ છે. તેને ‘સ્લો મોશનનો કિંગ’ કહેવામાં આવે છે. રાઘવ જુયાલે ભારતમાં સ્લો મોશન વોકને પુનર્જીવિત કર્યું છે. નવાઇની વાત એ છે કે, આજે વિશ્વભરમાં સ્લોમોશન કિંગ તરીકે વિખ્યાત રાઘવ જુયાલ ક્યારેય ડાન્સની કોઇ ટ્રેનિંગ લીધી નથી, પરંતુ તેણે ઇન્ટરનેટ અને ટીવી પર જોઇને ડાન્સ શીખ્યો હતો. તે શાળાના દિવસોથી ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યો અને જીતી રહ્યો છે. રાઘવ જુયાલની સફળતા પાછળ મિથુન ચક્રવર્તીનું મોટો ફાળો છે.
રાઘવ જુયાલ ડાન્સિંગ રિયાલિટી શોના ઓડિશનમાં થયો હતો. જો કે, મિથન ચક્રવર્તીના કારણે તેને શોમાં એન્ટ્રી મળી હતી અને તે આ શોનો સ્પર્ધક બન્યો. આ પછી તે તેના જોરદાર ડાન્સિંગ પરફોર્મન્સ અને સ્લો મોશન સ્ટાઇલથી તેના ફિનાલે સુધીની સફર ખેડી.
હકીકતમાં રાઘવ જુયાલે શોમાં આવતા પહેલા ક્યારેય કોઈ પ્રોફેશનલ ડાન્સર પાસેથી ડાન્સ કે તાલીમ લીધી નથી. વર્ષ 2012માં જ્યારે DID 3ના ઓડિશન ચાલી રહ્યા હતા, ત્યારે તેણે પણ ઓડિશન આપ્યું અને તે ટોપ 18માં સ્પર્ધકોની યાદીમાં સામેલ થઈ શક્યો નહીં. એટલે કે ઓડિશનમાં તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રાઘવ જુયાલના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પછી લોકોએ તેને શોમાં સ્પર્ધક તરીકે સામેલ કરવાની માંગ કરી. લોકોની માંગને ધ્યાનમાં રાખીને, શોના ગ્રાન્ડ માસ્ટર રહેલા મિથુન ચક્રવર્તીએ એક ખાસ નિર્ણય લીધો અને વાઈલ્ડ કાર્ડ રાઉન્ડમાં પોતાનું ટ્રમ્પ કાર્ડ બનાવીને રાઘવને એન્ટ્રી આપી.
રાઘવ જુયાલ મિથુન ચક્રવર્તીના નિર્ણય પર ખરો ઉતર્યો. તેણે પોતાના અલગ-અલગ ડાન્સ પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા અને ફિનાલેમાં પહોંચ્યો. તે આ સિઝનનો સૌથી લોકપ્રિય સ્પર્ધક પણ બન્યો હતો. તે ફાઇનલિસ્ટ પણ બન્યો હતો પરંતુ જીતી શક્યો નહોતો. તે આ શોનો સેકન્ડ રનર-અપ બન્યો હતો, પરંતુ તેણે વિજેતા કરતાં વધુ લોકપ્રિયતા મેળવી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
રાઘવ જુયાલે નૃત્ય અને કોરિયોગ્રાફીની સાથે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે વર્ષ 2014માં ‘સોનાલી કેબલ’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અલી ફઝલ અને રિયા ચક્રવર્તી લીડ રોલમાં હતા. જ્યારે રાઘવ સપોર્ટિંગ રોલમાં હતો. આ પછી રાઘવે ‘ABCD 2’, ‘નવાબઝાદે’, ‘સ્ટ્રીટ ડાન્સર’, ‘બહુત હુઆ સન્માન’ સહિત તાજતેરમાં સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં નજર આવ્યો હતો.
રાઘવ જુયાલ પ્રતિભાશાળી ડાન્સરની સાથે કોમેડિયન પણ ખરો. તેણે ઘણા શો હોસ્ટ કર્યા છે. જેમાં તે લોકોને પોતાના મસ્તીભર્યા અંદાજથી લોકોને ખડખડાટ હસાવતો હતો.





