બોલિવૂડના શૌમૈન રાજ કપૂરનો ચેમ્બરમાં સ્થિત બંગલો ગોદરેજ જૂથની રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝે ખરીધ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પ્રીમિયમ એરિયામાં બનેલા આ બંગલાની કિંમત કરોડોમાં છે. ત્યારે હવે ગોદરેજ આ જમીન પર 500 કરોડ રૂપિયાનો લકઝરી હાઉસિંગ પ્રોપર્ટી ડેવલપ કરશે. ગોદરેજ પ્રોપર્ટીઝે સ્ટોક્સ એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ ડીલની જાણકારી આપતા કહ્યું હતું કે, રાજ કપૂરના કાયદેસરના વારસદાર કપૂર પરિવાર પાસેથી ખરીદવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આ પહેલા ગોદરેજ પ્રોપર્ટીઝે રાજ કપૂરનો પ્રખ્યાત આરકે સ્ટુડિયો (RK Studio) પણ ખરીદ્યો હતો. ગોદરેજ આરકેએસ હવે અહીં વિકસાવવામાં આવી રહ્યો છે.
રાજ કપૂરનો બંગલો ચેમ્બૂરના દ્યોનાર ફાર્મ રોડ પર આવેલ છે, જે ટાટા ઈંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિઝ પાસે આવેલો છે. આ ડીલ પર ગોદરેજ પ્રોપર્ટીઝના સીઈઓ ગૌરવ પાંડેએ કહ્યું કે, આ આઈકોનિક પ્રોજેક્ટને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા પર અમને અત્યંત ખુશી થઈ રહી છે અને તેના માટે અમે કપૂર ફેમિલીના આભારી છીએ, જેમણે અમારા પર વિશ્વાસ કર્યો અને અવસર આપ્યો.
ગૌરવ પાંડેએ વધુમાં કહ્યું કે, હાલના વર્ષોમાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સ માટે ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટ દ્વા
રા અમે ચેમ્બૂરમાં પગ માંડવામાં મદદ મળશે. અમે અહીં શાનદાર રેસિડેંશિયલ પ્રોજેક્ટ ડેવલપ કરીશું અને જે રેસિંડેટ્સ માટે લોંગ ટર્મ વૈલ્યૂ ઊભી કરશે.
ગોદરેજ પ્રોપર્ટીઝે ફાઈલિંગમાં કહ્યું કે, આ જમીન રાજ કપૂરના ઉત્તરાધિકારી કપૂર ફેમિલી પાસેથી ખરીદ્યું છે. આ જમીન કરાર પર રાજ કપૂરના દીકરા અને એક્ટર રંધીર કપૂરે કહ્યું કે, ચેમ્બરમાં આવેલ આ રેસિડેંશિયલ પ્રોપર્ટી અમારા પરિવાર માટે ખૂબ જ ઈમોશનલ અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. અમને ફરી એક વાર ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે જોડાવા પર ખુશી થઈ રહી છે. જે આ લોકેશનના વિકાસ માટે આગળના તબક્કા માટે તેના સમૃદ્ધ વિરાસતને આગળ લઈ જશે.