Raj Kapoor Movies : હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા કંઇક નવું ટ્રેડમાં આવતુ રહે છે. પછી ભલે તે અતરંગી કોસ્ટ્યૂમ્સ હોય કે અલગ શૂટિંગ લોકેશન. આ બદલતો ટ્રેંડ ફેન્સને પણ એટલો જ પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં હવે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ ફિલ્મોનું શટિંગ વિદેશમાં જ કરવામાં આવે છે. આજે પેરિસ, લંડન વગેરે જેવી જગ્યાએ ફિલ્મનું શૂટિંગ કરવું સામાન્ય થઇ ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં ફિલ્મનું વિદેશમાં શૂટિંગ કરવાનો ટ્રેંડ કોણે શરૂ કર્યો હતો? તેમજ પહેલી ફિલ્મ કંઇ હતી જેનું વિદેશની ધરતી પર શૂટ કરવામાં આવ્યું હતું. તો ચલો જાણીએ આ અહેવાલમાં તે ફિલ્મનું નામ અને કોણે આ ટ્રેંડ શરૂ કર્યો હતો?
સૌથી લાંબી ફિલ્મ કંઇ છે?
મળતી માહિતી અનુસાર, એક સમય હતો જ્યારે યશ ચોપરાએ તેની ફિલ્મો દ્વારા સ્વિઝરરલેન્ડને ભારતમાં પ્રખ્યાત કર્યું હતું. તેમજ મીડિયા અહેવાલ પ્રમાણે, વર્ષ 1964માં પહેલીવાર હિંદી ફિલ્મનું વિદેશમાં શૂટિંગ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મનું નામ ‘સંગમ’ હતું. ફિલ્મ ‘સંગમ’ લવ ટ્રાયેંગલ પર આધારિત હતી. જેમાં રાજકપૂર, વેજયંતી માલા અને રાજેન્દ્ર કુમાર વચ્ચે પ્રેમના ફળગા ફૂટ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મના રોમાન્ટિક સીનનું વેનિસ, પેરિસ અને સ્વિઝરલેન્ડમાં શૂટિંગ કરવામામં આવ્યું હતું. આ સિવાય ફિલ્મ સંગમની ખાસિયત એ પણ છે કે તે સૌથી વધુ લાંબી ફિલ્મ બની છે, જે 238 મિનિટ એટલે કે લગભગ 4 કલાકની છે.
આ ફિલ્મે બજેટ કરતા ચાર ગણી કમાણી કરી રેકોર્ડ નોંધાવ્યો
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં બે ઇન્ટરવલ પણ છે. આ સાથે આ ફિલ્મ રાજકપૂર પ્રોડક્શનના નેજા હેઠળ બનનારી પહેલી રંગીન ફિલ્મ છે. તેવામાં આ ફિલ્મે બોક્સ ઓફિસમાં સનસની મચાવી દીધી હતી. ફિલ્મ સંગમે બજેટ કરતા ચાર ગણી કમાણી કરી રેકોર્ડ સર્જયો. અહીંયા ખાસ વાત એ છે કે, ફિલ્મ સંગમ બાદથી જ હિંદી ફિલ્મોમાં વિદેશમાં શૂટિંગ કરવાનો ટ્રેંડ શરૂ થયો હતો. તો બીજી તરફ મીડિયા રિપોર્ટસમાં એવો પણ દાવો કરાયો હતો કે, વિદેશી લોકેશન પર શૂટિંગ થનારી પહેલી ફિલ્મ અફ્રિકા મેં હિંદ છે. આ ફિલ્મ 1940માં હિરેન્દ્ર બસુના નિર્દેશન હેઠળ નિર્માણ પામી હતી. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું.
સંગમ પછી વિદેશમાં શૂટિંગ કરવાનો સિલસિલો શરૂ
રાજકપૂરની ફિલ્મ સંગમ પછી 1964માં જ અશોક કુમારે પણ ફિલ્મ ‘નાઝ’નું શૂટિંગ વિદેશમાં કર્યું હતું. આ ફિલ્મ પછી શક્તિ સામંતે 1967માં તેની થ્રિલર ફિલ્મ ઇન ઇવનિંગ ઇન પેરિસનું શૂટિંગ પણ પેરિસમાં જ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગમાં શર્મીલા ટાગોર અને શમ્મી કપૂર એકસાથે જોવા મળ્યા હતા. આ સિવાય લવ ઇન ટોક્યો, યશ ચોપરાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સહિત અત્યાર સુધીમાં અસંખ્ય ફિલ્મોનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડ અને યૂરોપમાં કરવામાં આવ્યું છે.





