Bollywood Holi celebrations: બોલિવૂડના ‘શોમેન’ તરીકે જાણીતા રાજ કપૂર માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમના ઉત્સાહી સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા. જેમ તેમણે પડદા પર જીવનના વિવિધ રંગો દેખાડ્યા હતા, તેમ તેઓ વાસ્તવિક જીવનમાં પણ ખુલીને જીવન જીવવામાં માનતા હતા. બોલિવૂડનું ‘ફર્સ્ટ ફેમિલી’ ગણાતો રાજ કપૂરનો પરિવાર દરેક તહેવારને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવાની પરંપરા ધરાવતો હતો, જેમાં હોળીનું ખાસ સ્થાન હતું.
બધા આખું વર્ષ રાજ કપૂરની હોળી પાર્ટીની આતુરતાથી રાહ જોતા હતા. તે સમયે રાજ કપૂર ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હોવાથી, ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ તેમની પાર્ટીમાં હાજરી આપવા માંગતા હતા. રાજ કપૂરની મહેમાનોની યાદીમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર જેવા સ્ટાર્સનો સમાવેશ થતો હતો. જોકે, રાજ કપૂરની હોળી પાર્ટીના મહેમાનોની યાદીમાંથી સુપરસ્ટાર દેવ આનંદનું નામ ગાયબ હતું.
આરકે સ્ટુડિયોમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી
રાજ કપૂરની પ્રખ્યાત હોળી પાર્ટી દર વર્ષે આરકે સ્ટુડિયોમાં યોજાતી હતી. મનોજ કુમાર, શમ્મી કપૂર, દિલીપ કુમાર, શશિ કપૂર, અમિતાભ બચ્ચન, હેમા માલિની-ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સ આ પાર્ટીમાં હાજરી આપતા હતા પરંતુ દેવ આનંદ દૂર રહેતા હતા.

આ કારણે દેવ આનંદ દૂર રહેતા હતા
આ એ સમય હતો જ્યારે દેવ આનંદનો ઈન્ડસ્ટ્રીમાં પોતાનો આગવો દરજ્જો હતો. તે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. રાજ કપૂર અને દેવ આનંદ વચ્ચે કોઈ અણબનાવ કે મનદુખ નહોતું. બંનેનું સારું બનતું હતું. ખરેખરમાં દેવ આનંદ જ હતા જે જાણી જોઈને રાજ કપૂરની હોળી પાર્ટીમાં જતા ન હતા.

દેવ આનંદને હોળી રમવાનું બિલકુલ ગમતું નહોતું. આવામાં તેમણે રંગોથી ભરેલા આ તહેવારથી અંતર રાખ્યું હતું. મિત્ર હોવાને કારણે રાજ કપૂર આ વાતથી વાકેફ હતા, તેથી તેમણે પોતે ક્યારેય દેવ આનંદને તેમની પાર્ટીમાં આવવા દબાણ કર્યું નહીં.

દરેક સ્ટાર ખુશીમાં નાચતો જોવા મળે છે
આરકે સ્ટુડિયોની આ હોળી પાર્ટીનો રંગ એવો હતો કે દરેક વ્યક્તિ આખું વર્ષ તેની આતુરતાથી રાહ જોતા હતા. પાર્ટીમાં ક્યાંક નાચ-ગાન ચાલી રહ્યું હતું, તો ક્યાંક રંગોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ખાવા-પીવાની પણ બધી વ્યવસ્થા હતી. મહેમાનોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવતી હતી.
રાજ કપૂરના મૃત્યુ પછી પાર્ટી બંધ થઈ ગઈ
આરકે સ્ટુડિયોમાં હોળી પાર્ટીની પરંપરા 1998 સુધી ચાલુ રહી. જોકે રાજ કપૂરના મૃત્યુ પછી આ પાર્ટી બંધ થઈ ગઈ. પરંતુ તે યુગના ઘણા સ્ટાર્સ હજુ પણ તેની યાદ અપાવે છે.





