Rajesh Khanna Movies: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના હવે આપણી વચ્ચે નથી, પરંતુ અભિનેતા સાથે જોડાયેલી ઘણી વાતો આજે પણ પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે રાજેશ ખન્નાએ ‘આરાધના સહિત દો રાસ્તે’ જેવી બેક ટુ બેક 15 હિટ ફિલ્મો આપીને ચર્ચામાં આવ્યા હતા. તેમજ એ સમયે રાજેશ ખન્નાનો ચાહકોમાં એવો ક્રેઝ હતો કે તેઓ જે કપડાં પહેરતા તે ફેશન બની જતી હતી. જેમ કે લોકો હેર કટને અનુસરતા હતા. એવા મહાન અને દિવગંત કલાકારની આજે (29 ડિસેમ્બર) જન્મજયંતિ છે.
રાજેશ ખન્નાનું વાસ્તિવક નામ
રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1942માં થયો હતો. રાજેશ ખન્નાનું વાસ્તવિક નામ જતિન ખન્ના છે. તેમણે આ નામ તેમના કાકાના કહેવા પર બદલ્યું હતું.
રાજેશ ખન્નાના નામે આ કહેવત પ્રખ્યાત
રાજેશ ખન્ના વિશે એક મહત્વની વાત એ પણ છે કે, જ્યારે તેઓ સુપરસ્ટાર હતા ત્યારે ‘ઉપર આકા અને નીચે કાકા’ આ કહેવત ખુબ ફેમસ થઇ હતી. તમને જણાી દઇએ કે, રાજેશ ખન્ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાકા તરીકે પ્રખ્યાત હતા. તેઓ આજે પણ પોતાના અભિનયથી લોકોના દિલમાં અમર છે.
રાજેશ ખન્ના અભિનયમાં પ્રાણ પૂરતા હતા
રાજેશ ખન્ના પોતાના અભિનયમાં માત્ર અભિનય જ નહોતા કરતા, પરંતુ તેઓ પોતાના અભિનયમાં પ્રાણ પૂરતા હતા. આજે રાજેશ ખન્નાની જન્મજયંતિ છે, જેમણે દરેક સીનને સંપૂર્ણ નિષ્ઠાથી શૂટ કર્યો હતો. આજે સમગ્ર મનોરંજન જગત તેમને એક મહાન કલાકાર તરીકે યાદ કરી રહ્યું છે.
રાજેશ ખન્ના મોંઘી કારના શોખીન હતા
રાજેશ ખન્નાએ ફિલ્મમાં કામ કરવા માટે નિર્મતાઓની ઓફિસના ઘણા ચક્કર મારવા પાડ્યા છે. તેમજ સંઘર્ષના દિવસોમાં પણ તેઓ એટલી મોંઘી કારોમાં ફરવાનો શોખ ધરાવતા કે તે સમયના હીરો પાસે મોંઘીદાટ કાર ન હતી.
રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ
રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ વર્ષ 1966માં રિલીઝ થયેલી ‘આખરી ખત’ હતી. રાજેશ ખન્નાને લોકપ્રિયતા વર્ષ 1969માં અને ‘દો રાસ્તે’થી મળી હતી. રાજેશ ખન્ના ભલે સુપરસ્ટારના સિંહાસન પર ઓછા સમય માટે બિરાજમાન થયા હોય પરંતુ તેમણે જે લોકપ્રિયતા મેળવી હતી તે હજુ સુધી કોઇને મળી નથી.
રાજેશ ખન્નાને મહિલાઓ લોહીથી ખત લખતી
રાજેશ ખન્નાની વિશાળરૂપમાં સ્ત્રીઓ ફેન હતી. એ હદે ફેન હતી કે, મહિલાઓ તેમને લોહીથી ખત લખતી હતી તો અમુક તો તેમની તસવીર સાથે જ લગ્ન કરી લીધા. જ્યારે અમુકે તેમના નામનું શરીરના ભાગો પર ટેટૂ કરાવ્યું હતુ.
રાજેશ ખન્નાના સદાબહાર ગીતોનું લિસ્ટ
રાજેશ ખન્ના ઉર્ફ કાકાએ તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સૂપરહિટ ફિલ્મો તેમજ સદાબહાર ગીતો આપ્યા છે. ત્યારે તેના ટોપ 10 ગીતોને આજે ફરી સાંભળીને તેની મોજ માણીએ.
રાજેશ ખન્નાની સૂપરહિટ ફિલ્મ આરાધનાનું સદાબહાર ગીત મેરે સપનો કી રાની કિશોર કુમારના મધુર અવાજે ગવાયું હતું. આ ગીત સાંભળી આજે પણ લોકો મોજમાં આવી જાય છે.
રૂપ તેરા મસ્તાના ગીત સાંભળી લોકો ખુશહાલ થઇ જાય છે. આ ગીત આજે પણ લોકો વચ્ચે ફેમસ છે.
‘મેરે જીવન સાથી’ ફિલ્મનું ઓ મેરે દિલ કે ચેન….ગીત
‘ગુલાબી આંખે જો તેરી’
યે જો મોહબ્બતે હૈ…
યે શામ મસ્તાના…
પ્યાર દિવાના હોતા હૈ…
આનંદ જીંદગી કૈસી હૈ પહેલી…
મેને તેરે લિયે હી સાત રંગ…
કહીં દૂર જબ દિન ઢલ જાયે…