રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે તેની ચોથી વેડિંગ એનિવર્સરી પર દીકરીનો જન્મ, જાણો કપલની લવસ્ટોરી

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન 2021 માં થયા હતા. આ કપલએ તેની ચોથી વેડિંગ એનિવર્સી પર પુત્રીનું સ્વાગત કર્યું હતું.

Written by shivani chauhan
November 15, 2025 10:40 IST
રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે તેની ચોથી વેડિંગ એનિવર્સરી પર દીકરીનો જન્મ, જાણો કપલની લવસ્ટોરી
Rajkummar Rao Patralekhaa welcome thier baby girl | રાજકુમાર રાવ પત્રલેખા પુત્રી સમાચાર મૂવીઝ અપડેટ્સ સમાચાર મનોરંજન

અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) એ 15 નવેમ્બર, શનિવારના રોજ તેના પહેલા બાળક, એક બાળકી, ના જન્મની જાહેરાત કરી. આ કપલએ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા હતા, અને ખાસ વાત એ છે કે તેમની બાળકીનો જન્મ તેઓની વેડિંગ એનિવર્સરીના દિવસો થયો હતો.

રાજકુમાર રાવ પત્રલેખા બેબી

શેર કરેલી તસવીરમાં નવા માતા-પિતાનો એક નાનો મેસેજ હતો જેમાં લખ્યું હતું, “અમે ખૂબ ખુશ છીએ. ભગવાને અમને એક બાળકીનો આશીર્વાદ આપ્યો છે.” પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર ભગવાને અમને આપેલો સૌથી મોટો આશીર્વાદ.”

અભિનેતા અલી ફૈઝલે કમેન્ટ સેક્શનમાં પોતાનો આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા, તેણે તેના સાથી કલાકારોને તેની જાહેરાતની થોડી મિનિટોમાં અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું, “હે ભગવાન! આ સાંભળીને ખૂબ આનંદ થયો હતો. તમને બે સુંદર લોકોને અભિનંદન. મુબારક .” ફરાહ ખાને કમેન્ટ સેક્શનમાં શેર કર્યું, “યૂહૂહૂ !! બેસ્ટ ન્યુઝ ! હું મજાની આન્ટી બનવા જઈ રહી છું 😂.” સોનમ કપૂર , નેહા ધૂપિયા, વાણી કપૂરે પણ નવા માતાપિતાને અભિનંદન આપ્યા હતા.

આ કપલે જુલાઈમાં પણ આવી જ રીતે પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા. ત્યારબાદ શેર કરેલી તસવીરમાં લખ્યું હતું, “બેબી રસ્તામાં છે,” અને કેપ્શનમાં લખ્યું હતું, “ખુશ.” રાજકુમાર અને પત્રલેખાના લગ્ન 2021 માં થયા હતા, અને 2010 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

રાજકુમાર પત્રલેખા લવ સ્ટોરી

રાજકુમાર અને પત્રલેખા ભૂતકાળમાં તેની લવ સ્ટોરી વિશે ખૂબ જ સ્પષ્ટ રહ્યા છે, અને ઘણીવાર તે સમય વિશે વાત કરી છે જ્યારે તેઓ પ્રથમ વખત પ્રેમમાં પડ્યા હતા. તાજેતરમાં, રાજકુમારે તે સમય વિશે ખુલાસો કર્યો જ્યારે તેણે તેના ઘરમાં એક કુકને કાઢવામાં આવી હતી કારણ કે તે તેની પત્ની પ્રત્યે અનાદર કર્યો હતો.

રૌનક રાજાણીના યુટ્યુબ શોમાં હાજરી દરમિયાન, રાવે આ ઘટનાને યાદ કરતા કહ્યું, “કુકએ મારા માટે એક સરસ મેક્સીકન થાળી બનાવી હતી, અને બે દિવસ પછી, પાત્રાએ મને કહ્યું, ‘સાંભળો, આ વ્યક્તિ મારી સાથે સારી રીતે વાત નથી કરતી. મને લાગે છે કે કોઈ સમસ્યા છે’. અને હું સમજી ગયો. ત્રીજા દિવસે, જ્યારે પાત્રાએ તેને કંઈક પૂછ્યું, ત્યારે તેણે મોઢું ફેરવ્યું. પરંતુ મારી સાથે, તે ખૂબ આદરથી વાત કરતો. તમે જાણો છો કે મેં શું કર્યું? મેં તેને ફોન કરીને કહ્યું,’ અપના બેગ પેક કીજીયે ઔર ચલે જાયયે’ ”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ