આજે (25 ડિસેમ્બર)ના રોજ ‘ધ કિંગ ઓફ કોમેડીયન’ તરીકે ફેમસ થનાર રાજૂ શ્રીવાસ્તવની બર્થ એનિવર્સરી (Raju Srivastav Birth Anniversary) છે. ધ સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે વિશ્વભરમાં પ્રચલિત કલાકારનું બાળપણનું નામ સત્ય પ્રકાશ હતું. રાજૂને શબ્દોનું કૌશલ્ય તેના પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તમને જણાવી દઇએ કે તેમના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ કાનપુરના લોકપ્રિય કવિ હતા. તેમની કવિતાઓથી શ્રોતાઓનું ભરપૂર મનોરંજન કરતા હતા.
ત્યારે રાજૂ શ્રીવાસ્તવ તેમની કવિતાઓ યાદ રાખીને એ કવિતાઓને શાળામાં તેમના મિત્રોને સંભળાવતા હતા. રાજૂને નાનપણથી જ કોમેડીનો શોખ હતો અને તે જબરદસ્ત મિમિક્રીમાં પણ પારંગત હતા.
રાજૂ શ્રીવાસ્તવની કોમેડિયન બનવાની સફર પણ સરળ નહોતી. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમને અહીં ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘરેથી મોકલેલા પૈસા મુંબઈ જેવા શહેરમાં ઓછા પડતા હતા. આવી સ્થિતિમાં રાજૂ શ્રીવાસ્તવએ બે પૈસા કમાવવા માટે મુંબઈમાં ઓટો ચલાવવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન તેની ઓટોમાં બેઠેલી એક સવારીને કારણે તેમને એક જાહેરાત કરવાની ઓફર મળી હતી.
રાજૂ શ્રીવાસ્તવે રાજ્યસભાના 2012ના ઇન્ટરવ્યૂમાં તેના પ્રથમ પગાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેં દીવારના ફેમસ ડાઇલોગ્સના માધ્યમથી લોકોનું મનોરંજન કરી 50 રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત તેમણે જૂની યાદો તાજા કરતા જણાવ્યું હતું કે, ‘તેઓ મુંબઇ આવ્યા પહેલાં નિયમિત કાનપુરમાં શોમાં પરફોર્મ કરતો હતો. રાજુ શ્રીવાસ્તવને ફિલ્મોમાં અભિનય કરવાથી એટલી પ્રસિદ્ધી ન મળી જેટલી કોમેડી શો ‘ઘ ગ્રેટ ઇન્ડિયન લાફટર શો’થી મળી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ-ચેમ્પિયન્સ’શો જીત્યા બાદ તેને ‘ધ કિંગ ઓફ કોમેડી’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ હંમેશા અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને ‘ગજોધર ભૈયા’ બનીને બધાને હસાવતા હતા અને આ કારણે તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા.
રાજૂ શ્રીવાસ્તવ એક એવા કલાકાર હતા કે જેમણે લોકોને હસતા શીખ્વ્યું અને તેનું મૂલ્ય પણ સમજાવ્યું હતું. ત્યારે આવો એક નજર કરીએ તેના જીવનની સફર પર અને જાણીએ કે તેઓએ કેવી રીતે અને કેટલા સંઘર્ષ બાદ લોકોના દિલોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્ટેન્ડ અપ કોમેડીને (Stand up commedy) લોકપ્રિય સંસ્કૃતિમાં પ્રાઘાન્ય મળે તે પહેલાં કોમેડી કિંગ રાજૂ શ્રીવાસ્તવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની (Amitabh bachchan) મિમિક્રી કરીને તેના નામનો ડંકો વગાડી દીધો હતો. રાજૂ શ્રીવાસ્તવને ‘ગજોધર’ તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તુનિષા શર્માએ કરી આત્મહત્યા, ટીવી એક્ટ્રેસની લાશ સેટ પર મેકઅપ રૂમમાંથી મળી
રાજૂ શ્રીવાસ્તવ જેમ જેમ સ્ટેન્ડ અપ કોમેડીની લોકપ્રિયતાનો વ્યાપ વધતો ગયો તેમ તેમ પ્રેક્ષકોના મનોરંજન માટે કંઇકને કંઇક નવુ પ્રદાન કરતા રહેતા હતા. તેમણે રાજકારણીઓ અને અન્ય સેલિબ્રિટીઓ વિશેની વાતોનો સમાવેશ કરવા માટે નિરીક્ષણાત્મક કોમેડીના તેમના ભંડારને વિસ્તૃત કર્યો. ત્યારબાદ તેઓએ એક પ્રસિદ્ધી હાંસલ કરી હતી. કિંગ ઓફ કોમેડીયને ભારતના ટોચના હાસ્ય કલાકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજૂ શ્રીવાસત્વે બોલિવૂડમાં અનિલ કપૂરની ફિલ્મ ‘તેજાબ’થી પ્રવેશ કર્યો હતો. ત્યાબાદ તેમણે બ્લોકબસ્ટર મૂવી ‘શોલે’માં અભિનય કરવાની તક મળી હતી. તેમજ રાજુ શ્રીવાસ્તવ હિટ ફિલ્મ દીવાર (1975) અને લાવારિસના (1981) બિગ બીના ડાઇલોગ્સ અને ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતાં.