Rakshabandhan 2023 Fashion Tips : રક્ષાબંધનનો પર્વ ભાઇ બહેનો માટે ખુબ જ ખાસ હોય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને તેની લાંબી આયુ અને રક્ષાની કામના કરતી હોય છે. આ ખાસ પ્રસંગ મહિલાઓ એકદમ સ્પેશિયલ દેખાવા માગતી હોય છે. ત્યારે અમે તમારા માટે ફ્લોરલ સાડી કલેક્શન લાવ્યા છીએ. જે પહેરીને બધે તમે જ ચમકશો.
ઉલ્લેખનીય છે કે, આજકાલ ફ્લોરલ સાડી અને ફ્લોરલ ડિઝાઇનવાળા આઉટફિટ ટ્રેંડમાં છે. જો તમે રક્ષાબંધનના ખાસ દિવસ પર ફ્લોરલ પ્રિન્ટમાં મોટા ફૂલોવાળી સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો તમે આ પ્રકારની લાઇટ શેડની સાડી પહેરી શકો છો.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો આ સાડી લૂક અદભૂત છે. તેણે રોકી ઔર રાની કી લવસ્ટોરીમાં સુંદર સાડી પહેરી હતી. આવી સ્થિતિમાં તેમની પાસેથી પ્રેરણા લઈને, તમે રક્ષાબંધનના અવસર પર આ પ્રકારની મલ્ટી કલરની સાડી પહેરી શકો છો, જે તમને ખૂબ જ વાઇબ્રન્ટ લૂક આપશે.
જાહ્નવી કપૂરની સાડીનો દેખાવ પણ અદ્ભુત છે, જેમ કે આ તસવીરમાં તેણે સફેદ રંગની ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્ટેપ બ્લાઉઝ સાથે તમે આ પ્રકારની લાઇટવેઇટ સાડી કેરી કરી શકો છો. આવી સાડીમાં તમે એકદમ આરામદાયક અને હળવું અનુભવશો. તેમજ ત્યોહારનો પણ આનંદ માણી શક્શો.
ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની સફર કરનારી અભિનેત્રી કરિશ્મા તન્ના પણ આ સુંદર ન્યૂડ શેડની સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. તમે બીન પ્રિન્ટ બ્લાઉઝ સાથે આ પ્રકારની સાડી પણ પહેરી શકો છો, જે તમને રાખી પર અદભૂત લૂક આપી શકે છે.
આ પણ વાંચો : Bigg Boss 17 Premiere : બિગ બોસ સીઝન 17 આ તારીખથી મચાવશે ધૂમ, જુઓ સ્પર્ધકોની યાદી
બોલિવૂડ અભિનેત્રી મૌની રોયના આ લૂકમાંથી પણ પ્રેરણા લઈ શકો છો, જેમાં તેણે પીચ રંગની સુંદર ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરી છે અને ભારે મોતી સાથેનો પર્લ સેટ પહેર્યો છે. મૌની રોયનો આ લૂક ઘણો આકર્ષક છે.





