Raksha Bandhan 2023 Fashion Tips : હિંદુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરવાની સાથે રાખડી બાંધીને લાંબી ઉંમરની કામના કરે છે. આ સાથે જ ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે. દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ત્યારે આ પ્રસંગ પર સ્પેશિયલ લાગવા માટે અમે તમારા માટે કેટલીક ફેશન ટીપ્સ તૈયાર કરી છે.
ખાસ પ્રસંગ પર છોકરીઓ અને મહિલાઓ માટે શું પહેરીશું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે. તો હવે તમારે એ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે શાનદાર કપડાની સાથે ગ્લોઇંગ ચહેરો પણ ઇચ્છો છો તો આ મેકઅપ ટ્રીક અપનાવવી જોઇએ. આ લેખમાં અમે તમને મેકઅપ કરવાની સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.
મેકઅપ શરૂ કરતા પહેલા ચહેરો વ્યવસ્થિત ક્લિન કરવો અનિવાર્ય છે. તમે ચહેરાને સરખી રીતે સાફ કરવા માટે કાચા દૂધથી મસાજ કરવી. આ પછી ચહેરાને પાણીથી ઘોઇ લેવો.
ચહેરાને સારી રીતે સાફ કર્ચા બાદ જો જેલ ક્રીમ લગાવશો તો મેક અપ લાંબા સમય સુધી રહેશે અને ફ્રેક પણ નહીં થાય.
હવે મેકઅપની સૌથી જરૂરી વસ્તુ છે ફાઉન્ડેશન. જેની હંમેશા આપણા સ્કીન ટોનન પ્રમાણે ખરીદી કરવી જોઇએ. નહીંતર તમારો લૂક ખરાબ લાગશે અને તમારો પ્રભાવ પણ ખરાબ પડશે.
આ પછીનું સ્ટેપ પણ મહત્વનું છે. મેકઅપ સમયે કોન્ટૂરિંગ કરો. તેનાથી ચહેરો શાર્પ લાગશે અને મેકઅપ પણ સારો દેખાશે.
આ પછી બ્લશ અને હાઇલાઇટરનો ઉપયોગ પણ મેકઅપને વધુ નિખારશે અને તમારો ચહેરાની શોભા પણ વધશે.
જો તમે ડાર્ક આઈ મેકઅપ કરી રહ્યા છો, તો હળવા રંગની લિપસ્ટિક લગાવો. બીજી તરફ, જો તમે ડાર્ક લિપસ્ટિક લગાવી રહ્યા છો, તો આંખનો મેકઅપ હળવો રાખો.





